Site icon News Continuous Bureau | Mumbai

અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’માં ઇંદિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળી આ ઍક્ટ્રેસ, નામ જાણીને ચોંકી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

બૉલિવુડ અભિનેતા અક્ષયકુમારની ફિલ્મ ‘બેલ બૉટમ’ની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ‘બેલ બૉટમ’નું ટ્રેલર મંગળવારે સાંજે રિલીઝ થઈ ગયું છે. અક્ષયકુમારની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ એક વિમાન અપહરણની સાચી ઘટના પર પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર એક અન્ડરકવર અધિકારી છે. ભારત સરકાર દ્વારા ચાર અપહરણકારોથી 240 યાત્રીઓને બચાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યો છે. જ્યાં ટ્રેલરમાં જોવા મળેલાં દૃશ્યો, સંગીત અને શૉટ્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જ્યારે લારા દત્તાએ લોકોને ચોંકાવી દીધા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં લારા દત્તાએ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ભૂમિકા ભજવવા માટે લારાએ ખૂબ મહેનત કરી છે.

મ્યુઝિક કમ્પોઝરનું ચોરબજાર : ધૂન ચોરવાનો આરોપ અનુ મલિકથી લઈને પ્રીતમ સુધી લાગ્યો હતો; જાણો મ્યુઝિક ચોરવાના આરોપો વિશે

આ ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પ્રમુખ ભૂમિકામાં છે. લારા દત્તા ટ્રેલરમાં બિલકુલ જ ઓળખાતી નથી. એનું કારણ એવું છે કે લારાએ આ ફિલ્મ માટે પ્રોસ્થેટિક્સ મેકઅપનો આશરો લીધો છે. ટ્રેલર રિલીઝની થોડીક મિનિટો પછી નેટિજન્સે સોશિયલ મીડિયા પર લારા દત્તાના મેકઅપ આર્ટિસ્ટનાં ખૂબ વખાણ કર્યાં છે. પહેલાં તો લોકો લારાને ઓળખી જ ન શક્યા કે લારા દત્તા છે, પરંતુ નેટિજન્સ હેરાન થઈ ગયા, જ્યારે તેમને ખબર પડી કે આ બીજું કોઈ નહીં પરંતુ લારા દત્તા છે.

Avengers Doomsday Advance Booking ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું તોફાની એડવાન્સ બુકિંગ 24 કલાકમાં જ ₹10 કરોડ પાર, મિડનાઈટ શો માટે ભારે ક્રેઝ
Salman Khan Gift પનવેલ ફાર્મહાઉસમાં સલમાન ખાનનું મોટું સરપ્રાઈઝ ‘માતૃભૂમિ’ ની ટીમને આપી મોંઘીદાટ ભેટ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Panchayat Season 5 Release Date ફુલેરાની વાપસી ‘પંચાયત’ સીઝન 5 ની રિલીઝ ડેટ જાહેર, આ તારીખના રોજ OTT પર આવશે
Exit mobile version