ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
રિયાલિટી શો બિગ બોસની સ્પર્ધક અને મોડેલ બેનાફશા સુનાવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના બોલ્ડ ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
બેનાફ્શા ફક્ત શોમાં જ નહી રીયલ લાઈફમાં પણ ખુબ જ ડેરિંગ અને બોલ્ડ છે. તાજેતરમાં જ બેનાફ્શા એ સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે દરિયા કિનારે એન્જોય કરતી નજર આવી રહી છે.
આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અંદાજ માં પોઝ આપતી જોવા મળી રહી છે.
બેનફ્શા 2016ની એમટીવી રોડિઝ સિઝન-13માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ સિવાય તે એમટીવી વિજે પણ હતી. ઇનસ્ટાગ્રામ પર તેનાં ઘણાં ફોલોઅ્સ છે. ‘બિગ બોસ’માં બેનાફ્શા પ્રિયંક શર્મા સાથે નજદીકી વધારવાનાં પ્રયાસો કરવા બદલ ચર્ચામાં રહી હતી.
