Site icon

ચોરીના આરોપમાં આ અભિનેત્રીની થઇ ધરપકડ; અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો લગાવી ચુકી છે આરોપ

News Continuous Bureau | Mumbai

બંગાળી અભિનેત્રી રૂપા દત્તાની 12 માર્ચ, 2022 ના રોજ આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં ખિસ્સાકાતરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિધાનનગર પોલીસે રૂપા દત્તા પાસે થી  રૂ. 75,000 મળી આવ્યા હતા.મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં તૈનાત પોલીસકર્મીઓએ એક મહિલાને ડસ્ટબીનમાં બેગ ફેંકતા જોઈ. જ્યારે પોલીસકર્મીઓએ શંકાના આધારે મહિલાની પૂછપરછ કરી તો તે યોગ્ય જવાબ આપી રહી ન હતી. જ્યારે તેની બેગની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી અનેક પૈસાની થેલીઓ મળી આવી હતી અને તેમાં કુલ રૂ. 75,000 હતા.

Join Our WhatsApp Community

મહિલાને વિધાનગર ઉત્તર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ત્યાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે બંગાળી અભિનેત્રી રૂપા દત્તા છે. તેણે બંગાળી સહિત અનેક હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે. પૂછપરછ દરમિયાન તેણે પોકેટીંગની કબૂલાત કરી છે. પોલીસે રૂપા દત્તાની વધુ તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં રૂપા દત્તાને કોર્ટમાં લઈ જવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : શું અનુપમા બાદ હવે અનુજ પણ પોતાનો સામાન લઇ પહોંચશે શાહ હાઉસ? બંને વચ્ચે નો પ્રેમ જોઈ વનરાજને લાગશે મરચા; જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

પોલીસે જણાવ્યું કે મહિલા એક અભિનેત્રી છે જે બંગાળી ફિલ્મોમાં કામ કરે છે. થોડા વર્ષો પહેલા રૂપા દત્તાએ હિન્દી ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. રૂપા દત્તાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખાનગી રાખ્યું છે. ઇન્સ્ટા બાયો અનુસાર, રૂપાએ ધાર્મિક ટેલિવિઝન શો 'જય મા વૈષ્ણો દેવી'માં મુખ્ય પાત્ર ભજવ્યું છે. ઇન્સ્ટા બાયોમાં, તેણે પોતાને એક દિગ્દર્શક, લેખક અને સામાજિક કાર્યકર્તા તરીકે પણ દર્શાવી છે. આ સિવાય તે એક સંસ્થા 'સોલ ફાઉન્ડેશન'ની પણ સંસ્થાપક છે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version