Site icon

‘ભાભી જી ઘર પર હૈ’ નો સાથ છોડીને ગયેલા કલાકારો પર અભિનેતા આસિફ શેખે કહી આ વાત , કહ્યું કન્ટેન્ટ જ કિંગ છે.

આસિફ શેખે કહ્યું, “કોઈ કોઈને મિસ કરતું નથી. મને અફસોસ છે કે જે લોકોએ શો છોડી દીધો છે તેને કોઈ યાદ નથી કરતું. જેઓ હવે તેમાં જોડાયા છે, દર્શકો તેમને પ્રેમ કરે છે અને પ્રશંસા કરે છે. ભાભીજીમાં કોઈ પણ કલાકાર કાયમી નથી.

bhabhiji ghar par hai actor aasif sheikh talks about importance of content and celebs who left the show

‘ભાભી જી ઘર પર હૈ’ નો સાથ છોડીને ગયેલા કલાકારો પર અભિનેતા આસિફ શેખે કહી આ વાત , કહ્યું કન્ટેન્ટ જ કિંગ છે.

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની દરેક સ્ટારકાસ્ટ ની એક્ટિંગ અદભૂત છે. જેને જોઈને લોકો હસીને લોટપોટ થઇ જાય છે. છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલા આ શોને ઘણી અભિનેત્રીઓએ છોડી દીધી છે. પરંતુ આસિફ શેખ (વિભૂતિ નારાયણ મિશ્રા) જે શરૂઆતથી આ શો સાથે જોડાયેલા હતા, તે હજુ પણ તેની સાથે જોડાયેલા છે. વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ભજવનાર અભિનેતા શો અને કન્ટેન્ટ છોડીને જતા લોકો વિશે વાત કરે છે.

Join Our WhatsApp Community

 

કન્ટેન્ટ જ કિંગ છે 

આસિફ શેખે કહ્યું “કોઈ કોઈને યાદ કરતું નથી. મને અફસોસ છે કે જે લોકોએ શો છોડી દીધો છે તેને કોઈ યાદ નથી કરતું. જેઓ હવે તેમાં જોડાયા છે, દર્શકો તેમને પ્રેમ કરે છે અને પ્રશંસા કરે છે. ભાભીજીમાં કોઈ પણ કલાકાર કાયમી નથી. અમારું કન્ટેન્ટ એટલું મજબૂત છે કે લોકો તેને પસંદ કરે છે.”તેણે એમ પણ કહ્યું કે ચાહકો તેને વારંવાર સંદેશા મોકલે છે કે જો તે શો છોડી દેશે તો તેઓ શો જોવાનું બંધ કરી દેશે, પરંતુ તે સારી રીતે જાણે છે કે આવું કંઈ થશે નહીં. તેણે કહ્યું, “દર્શકો આ શો જોશે અને હું ત્યાં હોઉં કે ન હોઉં તેનાથી કોઈ ફરક પડતો નથી. લોકો કલાકાર માટે શો નથી જોતા, તેઓ કન્ટેન્ટ માટે જુએ છે.” જણાવી દઈએ કે ભૂતકાળમાં આ શોમાં મહત્વની ભૂમિકા ભજવનાર શિલ્પા શિંદે, સૌમ્યા ટંડન જેવા સ્ટાર્સે શો છોડી દીધો છે. તેમની જગ્યા નવા લોકોએ લીધી છે.

 

સોશિયલ મીડિયા પર આસિફનો દબદબો છે

‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલથી લોકપ્રિયતા મેળવનાર એક્ટર આસિફ શેખ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર પણ તેના ડાયલોગ્સનો દબદબો છે. તે શોમાં પ્રમોશન માટે આવતા ફિલ્મ સ્ટાર્સ સાથેની તસવીરો પણ શેર કરતો રહે છે. જણાવી દઈએ કે આસિફ શેખ ઘણા સમયથી એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. સિરિયલ ભાભીજી ઘર પર હૈ સિવાય આસિફે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Amitabh Bachchan: 43 વર્ષ જૂની એક ભૂલ, આજે પણ ભોગવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ‘કુલી’ ના સેટ પર થયેલી ઘટના બાદ બિગ બી થયા હતા આ બીમારી ના શિકાર
Munmun Dutta: એરપોર્ટ પર મુનમુન દત્તા એ તેની માતા સાથે કર્યું એવું વર્તન કે લોકો કરી રહ્યા છે તારક મહેતા ની બબીતાજી ના વખાણ
Aamir Khan: આમિર ખાન એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક અભિનેતાઓની નીતિ પર ઉઠાવ્યા સવાલ, નિર્માતાઓને આપી આવી સલાહ
YRKKH Armaan Poddar: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નો અરમાન રિયલ લાઈફ માં બન્યો પિતા, રોહિત અને શીના ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Exit mobile version