ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 જાન્યુઆરી 2021
'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા' બાદ ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ' એકદમ પ્રખ્યાત છે. જેને દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે. આ સિરિયલમાં ગોરી મેમ એટલે કે અનિતા ભાભીનું પાત્ર સૌમ્યા ટંડન શરૂઆતથી જ ભજવતી આવી છે. જે પાછલાં પાંચ વર્ષથી આ શો સાથે સંકળાયેલી છે. પરંતુ તેણે ઓગસ્ટ 2020 માં આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો. જે બાદ નિર્માતાઓ નવી ગોરી મેમની શોધ કરી રહયાં હતા. હવે તેમની શોધ પૂર્ણ થઈ છે કારણ કે તેને બીજી અભિનેત્રી મળી છે.
અહેવાલો અનુસાર, ગોરી મેમનું પાત્ર હવે અભિનેત્રી નેહા પેંડસે ભજવશે, સિરિયલના મેકર્સે અગાઉ પણ નેહાનો સંપર્ક કર્યો હતો, પરંતુ કેટલાક કારણોસર આ મામલો બન્યો ન હતો. પરંતુ 4 મહિના પછી, નિર્માતાઓએ ફરીથી નેહાને સંપર્ક કર્યા અને વાત ફાઇનલ થઈ ગયી છે. જે પછી નેહા પેંડસે નવી અનિતા ભાભી બનશે. જોકે, હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
