Site icon News Continuous Bureau | Mumbai

Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ

Bharti Singh Second Baby Name: સોશિયલ મીડિયા પર શેર કરી નામકરણની તસવીરો; 'ગોલા' ના નાના ભાઈ 'કાજુ' નું અસલી નામ જાણી ફેન્સ થયા ખુશ

Bharti Singh and Haarsh Limbachiyaa Reveal Second Son's Name

Bharti Singh and Haarsh Limbachiyaa Reveal Second Son's Name

News Continuous Bureau | Mumbai

Bharti Singh Second Baby Name: ટીવીની જાણીતી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ ચાહકોની આતુરતાનો અંત લાવતા તેમના બીજા દીકરાના નામનો ખુલાસો કર્યો છે. ભારતીએ 19 ડિસેમ્બર 2025 ના રોજ બીજા પુત્રને જન્મ આપ્યો હતો, જેને ઘરના સભ્યો લાડમાં ‘કાજુ’  કહીને બોલાવતા હતા. હવે સત્તાવાર રીતે તેનું નામ ‘યશવીર’ રાખવામાં આવ્યું છે. ભારતીએ નામકરણ સેરેમનીની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નામકરણના અવસર પર ભારતીના ઘરે હવન અને પૂજા-પાઠનું  આયોજન કરવામાં આવ્યું હતું. શેર કરવામાં આવેલી તસવીરોમાં ભારતીનો મોટો દીકરો લક્ષ્ય (ગોલા) તેના નાના ભાઈને ખોળામાં રમાડતો જોવા મળે છે, જે જોઈ ફેન્સ ભાવુક થયા હતા. જોકે, ભારતીએ હજુ સુધી નાના દીકરાનો ચહેરો   દુનિયાને બતાવ્યો નથી, જે માટે ફેન્સ હજુ પણ રાહ જોઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો

શું છે ‘યશવીર’ નામનો ખાસ અર્થ?

યશવીર’ નામ સંસ્કૃત શબ્દો ‘યશ’ અને ‘વીર’ પરથી બન્યું છે. આ નામનો અર્થ થાય છે ‘યશસ્વી, બહાદુર અને ગૌરવશાળી’  જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ નામ ધરાવતા વ્યક્તિઓ મજબૂત ઈરાદાવાળા અને સમજદાર હોય છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ નામની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે લક્ષ્ય  અને યશવીર બંને નામ એકબીજા સાથે ખૂબ જ શોભે છે. 


પૂજા દરમિયાન આખો પરિવાર પરંપરાગત પોશાકમાં  સજ્જ જોવા મળ્યો હતો. ભારતી સિંહ લાલ સૂટમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે હર્ષ અને બંને દીકરાઓ પણ ટ્રેડિશનલ કપડામાં જોવા મળ્યા હતા. ભારતી તેના વ્લોગ્સ દ્વારા સતત તેના માતૃત્વની સફર અને નાના દીકરાની હેલ્થ અંગે અપડેટ્સ આપતી રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version