ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
પંગા ક્વીન કંગના રનૌત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે.
માનહાનિ કેસમાં ભટિંડાની કોર્ટે કંગનાને નોટીસ આપી છે અને 19 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
કંગના જો 19 એપ્રિલે ભટિંડાની કોર્ટમાં હાજર નહીં રહે તો તેની ધરપકડનું વોરંટ પણ બહાર પડી શકે છે.
ખેડૂત આંદોલનમાં ભાગ લેનારી મહિંદર કૌરે કંગના સામે માનહાનિનો કેસ કર્યો હતો.
એક વૃદ્ધ મહિલા પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અભિનેત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કંગનાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જે દાદીને ટાઈમ મેગેજીને પાવપફુલ ઈંડિયન કહી હતી તે 100 રુપિયા માં ઉપલબ્ધ થઈ જાય છે.
