Site icon News Continuous Bureau | Mumbai

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ભિડે માસ્ટર ની એક નહીં, ત્રણ દીકરીઓ છે, જાણો પુસ્તક ‘દુનિયા ને ઊંધા ચશ્મા’ ની મૂળ વાર્તા વિશે

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ભિડે માસ્ટર ની માત્ર એક દીકરી બતાવવામાં આવી છે, જ્યારે મૂળ કહાનીમાં ભિડેની ત્રણ દીકરીઓ છે

Bhide Master from TMKOC Has Three Daughters in Original Story

Bhide Master from TMKOC Has Three Daughters in Original Story

News Continuous Bureau | Mumbai

TMKOC: 17 વર્ષથી લોકોનું મનોરંજન કરતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) આજે પણ એટલો જ લોકપ્રિય છે. શોમાં આત્મારામ તુકારામ ભિડે (Bhide Master) અને તેમની પત્ની માધવીની એક દીકરી સોનુ બતાવવામાં આવી છે. પરંતુ મૂળ કહાનીમાં ભિડે માસ્ટરની ત્રણ દીકરીઓ છે. આ શો ગુજરાતી લેખક તારક મહેતા (Taarak Mehta)નું  પુસ્તક ‘દુનિયાને ઊંધા ચશ્મા’ પર આધારિત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Arjun Tendulkar Gets Engaged: માસ્ટર બ્લાસ્ટર ના દીકરા અર્જુન તેંડુલકરે કરી સગાઈ, જાણો કોણ છે સચિન તેંડુલકરની ભાવિ વહુ

મૂળ પુસ્તકમાં ભિડેની ત્રણ દીકરીઓ

તારક મહેતા દ્વારા લખાયેલી ‘દુનિયા ને ઊંધા ચશ્મા’ કોલમમાં ભિડે માસ્ટરની ત્રણ દીકરીઓ દર્શાવવામાં આવી છે. આ માહિતી ભૂતપૂર્વ ટપ્પુ ભવ્ય ગાંધી (Bhavya Gandhi)એ એક ઈન્ટરવ્યુમાં આપી હતી. તેમણે જણાવ્યું કે, “ચિત્રલેખા મેગેઝીનમાં તારક દાદા 36 વર્ષ સુધી કોલમ લખતા હતા અને તેમાં ભિડેની ત્રણ દીકરીઓ હતી.”ભવ્ય ગાંધીના જણાવ્યા મુજબ, ભિડેની બીજી દીકરીનો ટપ્પુ સાથે લિંક અપ બતાવવામાં આવ્યો હતો. નવરાત્રીના સિક્વન્સમાં આ ટ્રેક થોડીવાર માટે દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ પછી તેને આગળ ન વધારવામાં આવ્યો. કારણ કે તે એક જાગૃત નિર્ણય હતો કે બાળકો સુધી આ વાત ન પહોંચે.


‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી ચાલુ છે અને તેના પાત્રો લોકોના દિલમાં વસેલા છે. ભિડે માસ્ટરનું પાત્ર મંદાર ચાંદવડકર (Mandar Chandwadkar) દ્વારા ભજવવામાં આવે છે અને તેમને તેમના પાત્ર માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. શો આજે પણ TRP ચાર્ટમાં ટોચ પર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version