Site icon News Continuous Bureau | Mumbai

Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Bhoot Bangla First Song Ram Ji: પ્રીતમનું સંગીત અને અક્ષય કુમારની જબરદસ્ત કોમિક એનર્જી; અરમાન મલિકના અવાજમાં આ હાઈ-સ્પિરિટેડ ટ્રેક બન્યો ચાહકોની પહેલી પસંદ.

Bhoot Bangla First Song Out: Akshay Kumar Re-enters His Iconic Comedy Zone with 'Ram Ji Bhala Karenge'; Nostalgia Hits as Priyadarshan-Akshay Duo Returns.

Bhoot Bangla First Song Out: Akshay Kumar Re-enters His Iconic Comedy Zone with 'Ram Ji Bhala Karenge'; Nostalgia Hits as Priyadarshan-Akshay Duo Returns.

News Continuous Bureau | Mumbai

Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમારના ચાહકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. ફિલ્મ ‘ભૂત બંગલા’ નું પ્રથમ હાઈ-એનર્જી ગીત ‘રામ જી આકે ભલા કરેંગે’ આજે ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષય કુમાર પોતાના જૂના અને ટ્રેડમાર્ક કોમિક અવતારમાં જોવા મળી રહ્યો છે, જે ભૂતિયા માહોલ વચ્ચે પોતાની મસ્તીભરી પરફોર્મન્સથી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.આ ગીત ફિલ્મના સારને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે. હાઈ-ઓક્ટન બીટ્સ અને મજેદાર વિઝ્યુઅલ્સ સાથે આ ટ્રેક ‘ભૂત બંગલા’ ને એક સંપૂર્ણ એન્ટરટેઈનર તરીકે રજૂ કરે છે. પ્રીતમ દ્વારા કમ્પોઝ કરાયેલા આ ગીતને અરમાન મલિક અને આરવને ગાયું છે, જ્યારે મેલો ડીએ તેમાં રેપનો તડકો લગાવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી

અક્ષય અને પ્રિયદર્શનની આઇકોનિક જોડી

અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શને ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી કલ્ટ ફિલ્મો આપી છે. ૧૪ વર્ષના લાંબા વિરામ બાદ આ જોડીનું પરત આવવું જ ફિલ્મ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ બની ગયો છે. ‘રામ જી ભલા કરેંગે’ ગીતને જોતા જ દર્શકોએ તેને ‘ભૂલ ભુલૈયા’ ના વાઈબ્સ સાથે જોડવાનું શરૂ કરી દીધું છે.


‘ભૂત બંગલા’ માં માત્ર અક્ષય જ નહીં, પરંતુ પરેશ રાવલ, રાજપાલ યાદવ અને તબ્બુ જેવા દિગ્ગજ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં વામીકા ગબ્બી પણ જોવા મળશે. બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મ કોમેડી અને હોરરનું એક અનોખું મિશ્રણ હોવાની અપેક્ષા છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમારની આ મોસ્ટ એન્ટીસીપેટેડ ફિલ્મ ૧૦ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version