ભૂમિ પેડનેકર બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે, જેણે પોતાની ફેશન સેન્સથી (fashion sense)લોકોને ઘણી વાર ખુશ કર્યા છે. ભૂમિએ બોલિવૂડ કલાકારોની દિવાળી પાર્ટીમાં(Diwali Party) તેના અદ્ભુત દેખાવથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
વાસ્તવમાં દિવાળીના અવસર પર સોનમ કપૂરે(Sonam kapoor) તેના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ(Bollywood stars) જોવા મળ્યા હતા. આ યાદીમાં ભૂમિ પેડનેકરનું નામ પણ સામેલ હતું. આ પાર્ટીમાં ભૂમિ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.ભૂમિ એ ભારતીય પોશાક પહેર્યો હતો, જે એકદમ બોલ્ડ(bold) હતો.
સોનમ કપૂરની પાર્ટીમાં, ભૂમિ પેડનેકર સફેદ રંગની સાડી(white saree) પહેરેલી જોવા મળી હતી, જે રિવીલિંગ બ્લાઉસ સાથે કેરી કરી હતી.
ભૂમિએ લાઇટ મેકઅપ(light makeup) અને ખુલ્લા વાળ સાથે તેનો લુક પૂર્ણ કર્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'રક્ષા બંધન'માં(Rakshabandhan) જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'માં જોવા મળશે. આ પછી તે 'ભોદ', 'ભક્ક', 'ધ લેડી કિલર', 'અફવા' અને 'થેન્ક યુ ફોર કમિંગ'માં પણ જોવા મળશે.