ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 નવેમ્બર 2020
78 વર્ષીય બિગ બીએ છઠ પૂજાની સોશિયલ મીડિયા પર શુભકામના આપી હતી. પરંતુ 'ઠ' ને બદલે 'ત' લખી દેતા સોશિયલ મીડિયા પર યુઝર્સે ભૂલ પકડી કહ્યું- લખતા શીખી જાઓ..
મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર સૂર્ય ઉપાસના પર્વ છઠ પૂજાની શુભકામના આપતી પોસ્ટ મૂકી હતી. જોકે તેમણે ટ્વીટમાં ભૂલથી 'છઠ'ને બદલે 'છત' લખી નાખ્યું, જેને કારણે સોશિયલ મીડિયા યુઝર્સએ તેમને ટ્રોલ કર્યા હતા.
આમ હવે સોશિયલ મીડિયા ને કારણે છાશવારે કોઈને કોઈ કારણને લઈ જાણીતી હસ્તીઓએ ટ્રોલ થવું પડી રહ્યું છે. જેમાંથી મહાનાયક બીગ બી પણ બચી શક્યા નથી..
