Site icon

અમિતાભ બચ્ચનનો રોકડો જવાબ : હું પાન મસાલાની ઍડમાં કેમ કામ ન કરું? મારું આ રીતે ભલું થાય છે    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના દેશભરમાં મોટી સંખ્યામાં  ચાહકો વસે છે. તેઓ ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક છે. આને કારણે ઘણી બ્રાન્ડ્સ અમિતાભ બચ્ચનને તેમની પ્રોડક્ટ્સને એન્ડોર્સ કરાવે છે. અમિતાભ બચ્ચન પાન મસાલાની જાહેરાતમાં દેખાયા હતા, જેમાં રણવીર સિંહ પણ તેમની સાથે જોવા મળી રહ્યો છે. આ જાહેરાત માટે તેમને સોશિયલ મીડિયા પર ટ્રૉલનો સામનો કરવો પડ્યો હતો. 

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું : ‛મેં ઘડિયાળ ખરીદીને મારા હાથમાં શું બાંધ્યું, સમય મારી પાછળ પડી ગયો.

અમિતાભની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે ઉગ્ર ટિપ્પણી કરી છે. યુઝરના ટ્વીટ દ્વારા પૂછવામાં આવેલા સવાલથી બિગ બી અસહજ બન્યા. બિગ બીની ટ્વિટ પર ટિપ્પણી કરતાં એક પ્રશંસકે અભિનેતાને પૂછ્યું, ‛પ્રણામ સર, તમારી પાસેથી માત્ર એક જ વાત પૂછવાની છે; શું જરૂરત છે, તમારે પણ કમલા પાન મસાલાની જાહેરાત કરવાની? તો પછી તમારા અને આ ક્ષુદ્રોમાં શું ફરક છે? '

મુંબઈમાં આતંકી હુમલાનું જોખમ : ટ્રેનમાં ગૅસ-ઍટેકથી મુસાફરોને લક્ષ્યાંક બનાવી શકે છે આતંકીઓ, એલર્ટ જારી

અમિતાભ બચ્ચને ફેન્સના સવાલનો જવાબ આપ્યો.
અમિતાભે તેમના ચાહકોને નમ્રતાથી જવાબ આપ્યો છે. અભિનેતા : માનનીય, હું ક્ષમા માગું છું, કોઈ પણ વ્યવસાયમાં કોઈનું ભલું થઈ રહ્યું છે, તો કોઈએ એવું વિચારવું જોઈએ નહીં કે આપણે તેની સાથે શા માટે જોડાઈ રહ્યા છીએ. હા, જો કોઈ વ્યવસાય છે, તો તેમાં પણ પોતાના વ્યવસાય વિશે વિચારવું પડે. હવે તમને લાગે છે કે મારે આ ન કરવું જોઈએ, પરંતુ આ કરવાથી મને પણ પૈસા મળે છે, પરંતુ  અમારા ઉદ્યોગમાં ઘણા લોકો કામ કરી રહ્યા છે, જે કર્મચારી છે. તેમને કામ પણ મળે છે અને પૈસા પણ. માનનીય, ક્ષુદ્ર જેવો શબ્દ તમારા મુખેથી શોભતો નથી અને અમારા ઉદ્યોગના અન્ય કલાકારોને પણ શોભતો નથી. આદર સાથે શુભેચ્છાઓ.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને પોતાના અભિનય અને વ્યક્તિત્વથી તમામ ઉંમરના લોકોને પ્રભાવિત કર્યા છે. લાખો લોકો તેને ફોલો કરે છે. તેઓ તેમને પોતાના આદર્શ માને છે. તેના કારણે લોકો તેમની પાસેથી અનેક પ્રકારની અપેક્ષાઓ પણ રાખે છે. અહીં બિગ બીએ ખૂબ સ્પષ્ટતા સાથે ખૂબ જ વ્યવહારુ જવાબ આપ્યો છે, જે કેટલાક લોકોને ગમ્યો છે અને કેટલાક લોકોને ગમ્યો નથી.

ભાઈ ઓલાનો જમાનો છે, દરેક સેકન્ડે 4 ઈ-બાઇક બુક થાય છે; જાણો વિગત
 

Bachchan Surname: આ રીતે અમિતાભ બન્યા શ્રીવાસ્તવ માંથી બચ્ચન, જાણો તેની પાછળની મજેદાર કહાની
Bigg Boss 19: આ ભૂલ ‘બિગ બોસ 19’ ને પડી ભારે, કાયદાકીય મુશ્કેલીમાં મુકાયો સલમાન ખાનનો રિયાલિટી શો, જાણો સમગ્ર મામલો
TV TRP Rankings: ‘અનુપમા’ પછી આ શો બન્યો દર્શકોનો બીજો સૌથી મનપસંદ શો, જાણો ટીઆરપી લિસ્ટ માં કોણે મારી બાજી
Sameer Wankhede: સમીર વાનખેડેએ ખખડાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, શાહરૂખ ખાનની કંપની પર કર્યો આ કેસ, જાણો સમગ્ર મામલો
Exit mobile version