Site icon News Continuous Bureau | Mumbai

હવે થશે ખરો તમાશો. બીગબોસ ૧૪ ના ઘર માં આવશે રાખી સાવંત. અને સાથે બીજું કોણ જાણો અહીં….

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

11 ડિસેમ્બર 2020 

'બિગ બોસ 14'માં ચેલેન્જર્સના આગમનથી ઘરનો માહોલ બદલાઈ ગયો છે. બિગબોસના ઘરમાં જોરદાર ચહલ- પહલ જોવા મળી રહી છે. ત્યારે ચેલેન્જર્સ અને જૂના ચાર સ્પર્ધકો પણ આ શોને જીતવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજના એપિસોડમાં ત્રણ દમદાર સ્પર્ધકો ની શોમાં વાપસી થશે. 

સીઝન -1 ની દિગ્ગજ ખેલાડી રાખી સાવંત મનોરંજનના ડબલ ડોઝ સાથે ઘરમાં એન્ટ્રી કરશે, તો તેની સાથે તાજેતરની સીઝનના બે ખિલાડી અલી ગોની અને નિક્કી તંબોલી પણ ઘરમાં પરત ફરશે. આ ત્રણેય એપિસોડ કન્ટેસ્ટન્ટ શુક્રવારના એપિસોડમાં પાછા ફરવાના છે.  

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહના અંતમાં નિક્કી તંબોલી બેઘર થઈ ગઈ હતી. તે છ ફાઇનલિસ્ટમાં સામેલ હતી. જ્યારે વાઇલ્ડકાર્ડ સ્પર્ધક તરીકે શોમાં પ્રવેશનાર એલી ગોની ટાસ્ક ગુમાવ્યા બાદ ઘરની બહાર નીકળી ગયો હતો. તેને અને તેની બીએફએફ જસ્મિન ભસીને પરસ્પર નિર્ણય લેવો પડ્યો હતો કે કોને બેઘર કરવામાં આવે અને તેણે બહાર નીકળવાનું પસંદ કર્યું.

જોકે, હજી એ સ્પષ્ટ નથી થયું કે અલી ગોની અને નિક્કી તંબોલી સ્પર્ધકોની ભૂમિકા ભજવશે કે પછી કોઈ ચોક્કસ સેગમેન્ટ માટે 'બિગ બોસ 14' ના ઘરે પ્રવેશ કર્યો છે.

Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Exit mobile version