Site icon

સલમાન ખાનના શો ‘બિગ બોસ 15’ માં આ બે સ્પર્ધકોની થશે ધમાકેદાર એન્ટ્રી! પારિવારિક સપ્તાહ માટે બદલી યોજના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર

બિગ બોસ 15માં સ્પર્ધકો વચ્ચે ટિકિટ ટુ  ફિનાલેની રેસ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, નિર્માતાઓ 16 જાન્યુઆરી 2022 ના રોજ આ સિઝનના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવાના હતા. પરંતુ એક મીડિયા હાઉસ ના નવીનતમ અહેવાલો મુજબ, રિયાલિટી શોને એક્સ્ટેંશન મળ્યું છે. હવે આ શો વધુ થોડા અઠવાડિયા માટે લંબાવવામાં આવશે. આવી સ્થિતિમાં શોનો ફિનાલે જાન્યુઆરી 2022ના અંતમાં અથવા ફેબ્રુઆરી ના પેહલા સપ્તાહ માં  યોજાશે. આ શો બે અઠવાડિયા સુધી લંબાવવામાં આવશે.

શોને 2 અઠવાડિયા સુધી લંબાવવાની સાથે, નિર્માતાઓ બે હકાલપટ્ટી કરાયેલા સ્પર્ધકો, રાજીવ અડતિયા અને વિશાલ કોટિયનને પાછા લાવવાનું આયોજન કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, તે આ શોમાં વાઈલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે જોવા મળશે. એવા અહેવાલો છે કે ઉમર રિયાઝને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એક ટાસ્ક દરમિયાન પ્રતીક સહજપાલ પ્રત્યેના હિંસક વર્તન માટે તે સવાલોના ઘેરામાં છે.આ એવિક્શન નો સંદર્ભ તેના ભાઈ અસીમ રિયાઝ અને ગર્લફ્રેન્ડ હિમાંશી ખુરાનાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રતિક્રિયા પર હતો. કારણ કે શો પ્લાન કરી રહ્યો છે કે આ વખતે 'ફેમિલી વીક'માં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને તેના પરિવારના સભ્યો પ્રવેશ નહીં કરે. તેના બદલે, સ્પર્ધકોના લોકપ્રિય ઇન્ડસ્ટ્રી ના સાથીઓ તેમને સમર્થન આપવા માટે શોમાં પ્રવેશ કરશે.આને લગતો એક પ્રોમો પણ સામે આવ્યો છે. જેમાં દિવ્યા અગ્રવાલ, રાહુલ મહાજન, કાશ્મીરા શાહ, નેહા ભસીન BB15 હાઉસમાં શોના સ્પર્ધકો કરણ કુન્દ્રા, રાખી સાવંત, તેજસ્વી પ્રકાશ અને નિશાંત ભટ્ટ સાથે જોવા મળશે. મહત્વની વાત એ છે કે રાજીવ અડતિયાને વાઈલ્ડ કાર્ડના રૂપમાં એન્ટ્રી આપવામાં આવી હતી. શોમાં તેનો અભિનય ચાહકોને પસંદ આવ્યો હતો. જોકે, તે થોડા અઠવાડિયા પછી શોમાંથી બહાર થઈ ગયો હતો.

ક્યારેક એન્જિનિયર તરીકે કામ કરતા હતા તારક મેહતા ના આ કલાકાર,અત્યારે છે ચાહકોના પ્રિય પાત્ર ; જાણો તે અભિનેતા વિશે

આ દરમિયાન નવી માહિતી સામે આવી છે કે વિશાલ કોટિયન હવે બિગ બોસ-15માં જઈ શકશે નહીં. સમાચાર એવા છે કે  વિશાલ કોટિયન કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યો છે.વિશાલ તમામ જરૂરી COVID-19 ધોરણોનું પાલન કરી રહ્યો છે. તેણે પોતાની જાતને અલગ કરી દીધી છે.હવે જોવું એ રહેશે કે રાજીવ અડતિયા ની સાથે બીજું કોણ બિગ બોસ 15 ના ઘર માં પ્રવેશ કરશે.

Agastya Nanda Remembers Dharmendra: ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ અને અગસ્ત્ય નંદાનો વસવસો: શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ કર્યા શેર.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!
Dhurandhar: પ્રોપેગેન્ડા કે એન્ટરટેઈનમેન્ટ? કાશ્મીરી દર્શકો ‘ધુરંધર’ જોવા ઉમટી પડ્યા, સીએમ અબ્દુલ્લાએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Exit mobile version