Site icon News Continuous Bureau | Mumbai

Bigg boss 17: શું તૂટવાની અણી પર છે અંકિતા લોખંડે અને વિકી જૈન નો સંબંધ? જાણો બિગ બોસ ના લેટેસ્ટ એપિસોડ માં અભિનેત્રી એ શું કહ્યું

Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાં ફરી એકવાર અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચે ઝગડો જોવા મળ્યો હતો.જ્યાં અંકિતા વિકી ને કહી રહી હતી કે તે હવે તેની સાથે ઘરે પરત જવા નથી માંગતી. આ સાંભળ્યા પછી અંકિતા અને વિકી ના છૂટાછેડા ની અટકળો લગાવવામાં આવી રહી છે.

bigg boss 17 ankita lokhande Ankita Lokhande Suggests divorce as vicky jain jokes about married life

bigg boss 17 ankita lokhande Ankita Lokhande Suggests divorce as vicky jain jokes about married life

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 હાલ ચર્ચામાં છે. લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડે એ તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ ના ઘરમાં પ્રવેશ કર્યોપ છે. જ્યારથી બંને આ શો માં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. બંને કોઈ ના કોઈ વાત ને લઈને ઝગડતા જોવા મળે છે. હવે તાજેતરના એપિસોડમાં, અંકિતા કહી રહી હતી કે તે હવે વિકી સાથે ઘરે પાછી જવા નથી માંગતી. આ સાંભળ્યા બાદ અંકિતા અને વિકી જૈન ના છુટાછેડા ની અટકળો એ જોર પકડ્યું છે. 

Join Our WhatsApp Channel

 

વિકી જૈન સાથે ઘરે નથી જવા માંગતી અંકિતા લોખંડે 

બિગ બોસ 17 ના લેટેસ્ટ એપિસોડમાં અંકિતા લોખંડે, વિકી જૈન, આયેશા ખાન અને મુનવ્વર ફારુકી વાત કરી રહ્યા હતા. વિકી અંકિતાને સમજાવી રહ્યો હતો કે જ્યારે તેણી અભિષેક કુમાર સાથે ઝઘડી રહી હતી ત્યારે તેણે તેને કેમ પાછળ ખેંચી હતી. આ વાત એક દલીલમાં ફેરવાય છે અને અંકિતા વિકીને કહે છે કે તે અત્યારે તેની સાથે વાત કરવા માંગતી નથી. વિકીને આ ગમતું નથી અને કહે છે કે અભિનેત્રીએ તેના વર્તન પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે શો પછી બંનેએ સાથે રહેવાનું છે. આ પછી અંકિતાએ પૂછ્યું કે શા માટે તે હંમેશા દરેક લડાઈને તેમના લગ્ન ના પરિણામની ધમકી આપે છે. અંકિતાએ કહ્યું કે જો આમ જ ચાલુ રહેશે તો શો પૂરો થયા બાદ તે વિકી સાથે ઘરે પરત ફરવા માંગતી નથી.

આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન

તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે અને વિકી જૈન ના લગ્ન 14 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ મુંબઈમાં ભવ્ય લગ્ન કર્યા હતા.

Kumar Sanu Dilwale Song ૩૨ વર્ષ પહેલાં કુમાર સાનુએ અજય દેવગન માટે ગાયું હતું કલ્ટ રોમેન્ટિક સોંગ ‘કિતના હસીન ચહેરા’ આજે પણ પ્રેમીઓ માટે લવ એન્થમ!
Tiger Shroff Firing Investigation ટાર્ગેટ ફિક્સ હતો, પણ પિસ્તોલે દગો દીધો! એક મિસફાયરે ખોલી દીધો આખો કાંડ; હોટેલ રૂમ ૨૦૧ માં કરાયું હતું હથિયારનું ટેસ્ટિંગ
Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજના ફેન્સને મોટો ઝટકો દિલ્હીમાં ૩૦ ઓક્ટોબરે યોજાનાર લાઈવ કોન્સર્ટને ન મળી મંજૂરી! આ છે કારણ
Ramayana Movie OTT રણબીર કપૂર અને યશની મેગા બજેટ ‘રામાયણ’ની OTT ડીલ ફાઇનલ જાણો કયા ડિજિટલ પ્લેટફોર્મ પર ક્યારે થશે સ્ટ્રીમ!
Exit mobile version