News Continuous Bureau | Mumbai
Bigg boss 17 Ankita lokhande: અંકિતા લોખંડે બિગ બોસ માં તેના પતિ વિકી જૈન સાથે પહોંચી છે. બિગ બોસ ના ઘરમાં અંકિતા ઘણીવાર સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા કિસ્સા શેર કરતી રહે છે. હવે ફરી એકવાર તેને સુશાંત સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો હતો.
અંકિતા લોખંડે એ શેર કર્યો સુશાંત સાથે નો કિસ્સો
બિગ બોસ 17 ના લેટેસ્ટ એપિસોડ માં જ્યારે અભિષેક કુમારે અંકિતા અને આયેશા ની સામે તેની એક્સ ગર્લફ્રેન્ડ ઈશા માલવીયા સાથે વિતાવેલા જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે તે ઈશા પ્રત્યે પઝેસિવ છે, તો અંકિતાએ સુશાંત સાથે જોડાયેલી કેટલીક યાદો પણ શેર કરી. અંકિતાએ જણાવ્યું કે કેવી રીતે તેને પરિણીતી અને અનુષ્કાને સુશાંતની ઓનસ્ક્રીન કિસ પસંદ ન આવી.તે સુશાંત નો પરિણીતી ચોપરા અને અનુષ્કા શર્મા સાથે નો રોમાન્સ જોઈ નહોતી શકી અને તે ઘરે આવી ખુબ રડી હતી.
Ankita Lokhande once again shares moments connected to Sushant Singh Rajput in #BiggBoss17 house. pic.twitter.com/KxOU7tSdr2
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) December 25, 2023
આ વાતચીત દરમિયાન અંકિતા એ એ પણ જણાવ્યું કે વિકી જૈન તેનો રોમેન્ટિક સીન નથી જોઈ શકતો. તમને જણાવી દઈએ કે અંકિતા અને સુશાંત સાત વર્ષ સુધી રિલેશનશિપ માં રહ્યા હતા. ત્યારબાદ બંને નું બેકઅપ થઇ ગયું હતું. સુશાંત સાથે ના બેકઅપ બાદ અંકિતા ના જીવન માં વિકી જૈન ની એન્ટ્રી થઇ હતી.હવે અંકિતા ના લગ્ન પણ થઇ ગયા છે તેમ છતાં તે સુશાંત ને ભૂલી શકી નથી.
આ સમાચાર પણ વાંચો : 12th fail: થિયેટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘12મી ફેલ’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિક્રાંત મેસી ની ફિલ્મ
