News Continuous Bureau | Mumbai
Bigg boss 17: ‘બિગ બોસ’ 17 મી સીઝન માં અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચે નો વિવાદ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. જ્યારથી બંને બિગ બોસ ના ઘરમાં પ્રવેશ્યા છે ત્યારથી બંને વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. કપલ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા ખચકાતા નથી. હવે કલર્સ ચેનલે નવો પ્રોમો શેર કર્યો છે. જેમાં બંને એકબીજા પર દોષારોપણ કરતા જોવા મળશે.
બિગ બોસ 17 નો નવો પ્રોમો
બિગ બોસ 17 કલર્સ ટીવી પર પ્રસારિત થયો રહ્યો છે. હવે કલર્સ ટીવી એ તેના સોશિયલ મીડિયા પર શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે.જે પ્રોમો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેનો વિવાદ જોવા મળી રહ્યો છે. અંકિતા વિકીને કહે છે કે તેના પ્રશ્નો પૂછવાથી વિકીને ખરાબ લાગે છે. આના પર અંકિતા કહે છે કે તે હંમેશા ખોટી હોય છે, વિકી હંમેશા સાચો હોય છે, જે સાંભળીને વિકી જૈન કહે છે કે તે અંકિતા લોખંડે છે, તેથી તે હંમેશા સાચી છે. તે અંકિતાને કહે છે કે તે એક સેલિબ્રિટી છે અને તે જ તેને શોમાં લાવી છે અને તેના પોતાના સ્ટેટસને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આટલું કહીને વિકી ભાવુક થઈ જાય છે.
‘બિગ બોસ 17′ના આગામી એપિસોડ્સમાં તમે જોશો કે અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ જોતા લોકો કહી રહ્યા છે કે કપલ વચ્ચે કઈ બરાબર નથી ચાલી રહ્યું.
આ સમાચાર પણ વાંચો : Anupama new promo: શું સિરિયલ અનુપમા માં પણ આવશે લિપ?કડકડતી ઠંડી માં અમેરિકા ની ગલીઓ માં ફરતી જોવા મળી અનુપમા,જુઓ સિરિયલ નો લેટેસ્ટ પ્રોમો
