Site icon

Bigg boss 17: બિગ બોસ 17 માં ભાગ લેવો સના રઈસ ખાન ને પડ્યો ભારે, આર્યન ખાન ની વકીલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Bigg boss 17: શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાન ના ડ્રગ કેસ માં વકીલ સના રઈસ ખાને પણ મદદ કરી હતી. હવે આ વકીલ સલમાન ખાન ના કોટ્રોવર્શિયલ શો બિગ બોસ 17 માં સ્પર્ધક તરીકે જોવા મળે છે. આ શોમાં ભાગ લેવા બદલ વકીલ સના રઈસ ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

bigg boss 17 contestant and aryan khan advocate sana raees khan get into the trouble fir files against her

bigg boss 17 contestant and aryan khan advocate sana raees khan get into the trouble fir files against her

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ 17′ શરૂ થઈ ગયો છે આ વખતે શો માં અલગ થીમ રાખવામાં આવી છે. આ સાથે જ વિવિધ વ્યવસાયો અને ક્ષેત્રો સાથે જોડાયેલા સહભાગીઓ શોનો ભાગ બન્યા છે. ટીવી સ્ટાર્સ, યુટ્યુબર્સ, થી લઈને ગેમર્સ સુધી, દરેક જણ આ સિઝનમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ શોમાં હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટી વકીલ સના રઈસ ખાને પણ ભાગ લીધો છે. સના આર્યન ખાન ડ્રગ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની વકીલ પણ હતી. જો કે હવે શોમાં તેની એન્ટ્રીથી તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ  છે. તેની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Join Our WhatsApp Community

 

બિગ બોસ 17 માં ભાગ લેવા બદલ વકીલ સામે નોંધાઈ ફરિયાદ 

આ સમગ્ર મામલો વિકીલ સનાના શોમાં ભાગ લેવા સાથે જોડાયેલો છે. એક એડવોકેટે સનાના બિગ બોસ શોમાં ભાગ લેવા સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે તે બાર કાઉન્સિલ દ્વારા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન છે. તેણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સત્તાવાર ફરિયાદ પણ કરી છે. તેમને ટ્વિટર પર લખ્યું, “મેં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ઔપચારિક રીતે જાણ કરી છે કે એડવોકેટ સના રઈસ ખાને રિયાલિટી શો ‘બિગ બોસ 17‘માં સ્પર્ધક તરીકે ભાગ લીધો છે. આ નિયમોનું ઉલ્લંઘન છે.બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમોના નિયમો 47 થી 52 મુજબ, વકીલ અન્ય કોઈ રોજગાર દ્વારા અન્ય કોઈ આવક મેળવી શકતો નથી. આ સાથે, એડવોકેટ્સ એક્ટ, 1961 ની કલમ 49(1)(c) પ્રેક્ટિસ કરતા વકીલોને અન્ય ક્ષેત્રોમાં પૂર્ણ-સમયની નોકરી લેવા પર પ્રતિબંધ મૂકે છે.”


હવે ‘બિગ બોસ 17’ સ્પર્ધક અને સેલેબ્રીટી વકીલ સના રઈસ ખાન નિયમોના કથિત ઉલ્લંઘનને કારણે મુશ્કેલીમાં છે.

આ સમાચાર પણ વાંચો :  Raj kundra: ફિલ્મ ‘અંડર ટ્રાયલ 69’ (UT 69) ના ટ્રેલર લૉન્ચ દરમિયાન ભાવુક થયો રાજ કુન્દ્રા, આ દિવસો ને યાદ કરી આવ્યા આંખમાં આંસુ

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version