Site icon

Bigg boss 17: અંકિતા અને વિકી વચ્ચે ની લડાઈ એ લીધું ઉગ્ર સ્વરૂપ, અભિનેત્રી એ વાત વાત માં આપ્યો આવો સંકેત

Bigg boss 17: જ્યારથી અંકિતા લોખંડે અને વિકી જૈન બિગ બોસ ના ઘરમાં આવ્યા છે ત્યારથી બંને વચ્ચે કોઈ ના કોઈ વાત ને લઈને નોક ઝોક થતી રહે છે. પરંતુ હવે બંને વચ્ચે ની લડાઈ ઘણી વધી ગઈ છે. શો નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં અંકિતા વિકી ની જિંદગી માંથી જતી રહેવાની વાત કરી રહી છે.

bigg boss 17 promo ankita lokhande and vicky jain ugly fight

bigg boss 17 promo ankita lokhande and vicky jain ugly fight

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 ના હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. જરથી બિગ બોસ ના ઘરમાં અંકિતા લોખંડે અને વિકી જૈન આવ્યા છે ત્યારથી તેઓ બંને વચ્ચે કોઈ ના કોઈ વાત ને લઈને નોક ઝોક થતી રહે છે.શો ની શરૂઆત માં બંને એક આઇડલ કપલ તરીકે જોવા મળ્યા હતા. પરંતુ જેમ જેમ શો આગળ વધતો ગયો તેમ તેમ બંને વચ્ચે લડાઈ શરુ થઇ ગઈ. શો ના વિકેન્ડ કા વાર માં પણ કરણ જોહરે વિકી જૈન ને તેની માતા વિશે ઘણું કહ્યું હતું તેમજ કરણે અંકિતા ને સપોર્ટ પણ કર્યો હતો.ત્યારબાદ બંને વચ્ચેની લડાઈ વધુ વધી ગઈ હતી. શોના લેટેસ્ટ પ્રોમોમાં અંકિતા વિકીને છોડવાની વાત કરી રહી છે.

Join Our WhatsApp Community

 

અંકિતા અને વિકી જૈન ની વધી ગઈ લડાઈ 

બિગ બોસ નો નવો  પ્રોમો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, વિકી જૈન મન્નરા સાથે હસી હસી ને વાત કરી રહ્યો છે જેને જોઈ ને અંકિતા નારાજ થઇ જાય છે.ત્યારબાદ વિકી અંકિતા પાસે આવી ને પૂછે છે શું થયું તો અંકિતા કોઈ જવાબ આપ્યા વિના ત્યાંથી જતી રહે છે. વિકી પાછો જઈને ઈશા અને મન્નરા સાથે બેસી જાય છે એવામાં અંકિતા વિકી ને તેના વાસણો ધોવા માટે કહે છે. અંકિતાની વાત સાંભળીને વિકી ગુસ્સે થઈ જાય છે અને કહે છે, ‘હવે તું કેપ્ટન નથી. તમે મને હવે કેમ કહો છો? ત્યારબાદ વાસણ ધોતી વખતે વિકી અંકિતા ને કહે છે તે ઘરમાં ચાર લોકો સાથે બેઠો હોય ત્યારે તે શા માટે આવે છે અને તેને અટકાવે છે. આના પર બંને વચ્ચે બોલાચાલી થાય છે અને અંકિતા રડતી રડતી ત્યાંથી જતી રહે છે અને વિકી ને કહે છે  ‘મને માફ કરી દે.’ હું તમારી સાથે ફરી ક્યારેય વાત નહીં કરું. હું તમારું જીવન છોડીને જાઉં છું. તું જોજે તારે શું કરવું છે.’


તમને જણાવી દઈએ કે અંકિતા લોખંડે અને વિકી જૈન એ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 14 ડિસેમ્બર 2021 માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. હાલ બંને બિગ બોસ 17 માં જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Agastya nanda: નાના અમિતાભ બચ્ચન નહીં પરંતુ ઘરના આ સભ્ય નો મોટો ફેન છે અગસ્ત્ય નંદા, ધ આર્ચીઝ એક્ટરે જણાવ્યું કારણ

 

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version