Site icon

Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાંથી બહાર આવતા જ વિકી જૈન ની માતા એ કર્યો મોટો ખુલાસો, અંકિતા અને વિકી જૈન ના લગ્ન વિશે કહી આવી વાત

Bigg boss 17: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે ની માતા અને વિકી જૈન ની માતા ને બોલાવવામાં આવ્યા હતા.હવે વિકી જૈનની માતા રંજના બિગ બોસ 17ના ઘરમાંથી બહાર આવી છે. શો માં થી બહાર આવી વિકી જૈન ની માતા એ ઘણા ખુલાસા કર્યા છે.

bigg boss 17 vicky jain mother ranjana jain said they against marriage with ankita lokhande

bigg boss 17 vicky jain mother ranjana jain said they against marriage with ankita lokhande

News Continuous Bureau | Mumbai

Bigg boss 17: બિગ બોસ 17 માં અંકિતા લોખંડે અને વિકી જૈન વચ્ચેના સંબંધો વિવાદોમાં છે. જ્યારથી અંકિતા અને વિકી આ શો માં આવ્યા છે ત્યારથી તેઓ વચ્ચે કોઈને કોઈ વાત ને લઈને વિવાદ થતો જોવા મળે છે. શો માં અંકિતા વિકીના ખરાબ વર્તનને લઈને ઘણી વખત રડતી પણ જોવા મળી છે. આ બધાની વચ્ચે બિગ બોસે ફરી એકવાર અંકિતા અને વિકીની માતાને ઘરમાં આમંત્રણ આપ્યું હતું. બિગ બોસ ના ઘરમાં વિકી અને અંકિતા સાથે થોડો સમય વિતાવ્યા બાદ વિકી ની માતા બહાર આવી છે. બહાર આવ્યા બાદ વિકીની માતા રંજનાએ ઘણા  ખુલાસા કર્યા છે. 

Join Our WhatsApp Community

 

વિકી જૈન ની માતા ને નહોતી પસંદ અંકિતા લોખંડે 

બિગ બોસ ના ઘરમાંથી બહાર આવી વિકી જૈન ની માતા રંજના એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે રંજનાને વિકી દ્વારા અંકિતાને થપ્પડ મારવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “વિકીએ ઘણી વખત અંકિતા ને કહ્યું મને બોલવા દે. પરંતુ, તે સતત તેને અટકાવતી હતી આવી સ્થિતિમાં વિકી ગુસ્સે થઈ ગયો અને તેણે ધાબળો ફેંક્યો. માર્યું નથી. તેણે પ્રોમોને એવી રીતે કટ કર્યો કે એવું લાગતું હતું કે તે તેને મારવા જઈ રહ્યો છે.”


આ ઉપરાંત રંજના જૈન એ વિકી અને અંકિતા ના લગ્ન વિશે કહ્યું, “વિકીએ અંકિતા સાથે લગ્ન કર્યા છે. અમે આ લગ્નના સમર્થનમાં નહોતા. હવે જ્યારે વિક્કીએ લગ્ન કરી લીધા છે, તો માત્ર વિકી જ તેનું ધ્યાન રાખશે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. ના. આ બધું જોઈ રહ્યો છું, પણ એક વાર પણ અમે તેને કંઈ કહ્યું નથી. બહાર આવ્યા પછી તે તેનો સંબંધ સુધારશે. બગાડ્યો તેને છે તો સુધારશે પણ તેજ અને અમને વિકી પર વિશ્વાસ છે. તે સંભાળશે.”

આ સમાચાર પણ વાંચો : YRKKH Harshad chopra: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ હર્ષદ ચોપરા ની ચમકી કિસ્મત! શો છોડતા જ મળ્યો નવો પ્રોજેક્ટ!અભિનેતા ની પોસ્ટે વધાર્યો ચાહકો નો ઉત્સાહ

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version