Site icon News Continuous Bureau | Mumbai

Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

Bigg Boss 19 Winner Gaurav Khanna: શો પૂરો થયાના 3 મહિના બાદ પણ ઈનામ બાકી; ગૌરવે યુટ્યુબ વ્લોગમાં ફેન્સના સવાલોના આપ્યા જવાબ, બિગ બોસ બાદ બદલાઈ ગઈ જિંદગી

Bigg Boss 19 Winner Gaurav Khanna Still Waiting for ₹50 Lakh Prize Money, Car, and TV; Reveals Truth in YouTube Vlogs

Bigg Boss 19 Winner Gaurav Khanna Still Waiting for ₹50 Lakh Prize Money, Car, and TV; Reveals Truth in YouTube Vlogs

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19 Winner Gaurav Khanna: ટીવીના જાણીતા અભિનેતા ગૌરવ ખન્નાએ 7 ડિસેમ્બર 2025ના રોજ ફરહાના ભટ્ટને હરાવીને ‘બિગ બોસ 19’ નો ખિતાબ જીત્યો હતો. વિજેતા તરીકે તેને 50 લાખ રોકડ, એક કાર અને એક ટેલિવિઝન મળવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ગૌરવને હજુ સુધી આમાંથી કશું જ મળ્યું નથી. ગૌરવે પોતાના લેટેસ્ટ યુટ્યુબ વ્લોગમાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે હજુ તેના ઈનામો માટે રાહ જોવી પડશે.ગૌરવે વ્લોગમાં ફેન્સને જણાવ્યું કે, “અત્યાર સુધી મને તે વસ્તુઓ મળી નથી.” ભલે ટ્રોફી તેના ઘરે આવી ગઈ હોય, પરંતુ સત્તાવાર ઈનામી રકમ અને ભેટો હજુ સુધી તેની પાસે પહોંચી નથી. સામાન્ય રીતે રિયાલિટી શોમાં ઈનામો મળવામાં થોડો સમય લાગતો હોય છે, પરંતુ ગૌરવના કિસ્સામાં ફેન્સ પણ આ જાણીને હેરાન છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Paid Preview:શું તમે પણ જોવા માંગો છો ‘ધુરંધર 2’ ના સ્પેશિયલ શો? જાણો પેઇડ પ્રીવ્યુ માટે કેટલી રાખવામાં આવી છે ટિકિટની કિંમત; બુકિંગ શરૂ

બિગ બોસ પછી ગૌરવની ઓળખ બદલાઈ

ગૌરવ ખન્નાએ જણાવ્યું કે બિગ બોસમાં ગયા પછી તેના કરિયર કરતા તેની પર્સનલ લાઈફમાં વધુ બદલાવ આવ્યો છે. પહેલા લોકો તેને તેના પાત્રોના નામ જેવા કે ‘અબીર’, ‘શર્મન’ કે ‘અનુજ’ થી ઓળખતા હતા. પરંતુ હવે તે જ્યાં પણ જાય છે, લોકો તેને તેના અસલી નામ ‘ગૌરવ’ અથવા ‘જીકે’ થી બોલાવે છે. ગૌરવ માટે એક એક્ટર તરીકે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે.


ગૌરવ માને છે કે બિગ બોસની જીત તેના ભવિષ્યના કામને કેવી રીતે બદલશે તે કહેવું અત્યારે વહેલું ગણાશે, પરંતુ લોકોનો પ્રેમ જે રીતે વધી રહ્યો છે તે અદભૂત છે. દુબઈ જેવા શહેરોમાં પણ લોકો તેને તેના નામથી ઓળખવા લાગ્યા છે.બિગ બોસ 19 જીત્યા બાદ ગૌરવની લોકપ્રિયતામાં તોતિંગ વધારો થયો છે. તે ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા કલાકારોમાંનો એક છે. સોશિયલ મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ તે સારી કમાણી કરે છે. બિગ બોસની પ્રાઈઝ મની મળ્યા બાદ તેની નેટવર્થમાં વધુ વધારો થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version