Site icon News Continuous Bureau | Mumbai

આર્થિક તંગીના કારણે ઓડિશન માટે પણ નહોતી જઈ શકતી ટીના દત્તા,આજે તે એક અઠવાડિયામાં કરે છે આટલી કમાણી

બિગ બોસ 16 માં જોવા મળતી અભિનેત્રી ટીના દત્તા એ ગઈકાલે તેનો જન્મદિવસ બિગબોસ ના ઘરમાંજ ઉજવ્યો હતો. આ દરમિયાન બિગ બોસ ના ઘરમાં શિવ ઠાકરે સાથે વાત કરતી વખતે તેને તેણે તેની કારકિર્દીની સફર વિશેની બાબતો શેર કરી કે જ્યારે તેની પાસે ઓડિશન માટે મુંબઈ જવા માટે પૈસા નહોતા.

Bigg boss contestant Tina Dutta birthday know about her life career and net worth

 News Continuous Bureau | Mumbai

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી ટીના દત્તા ( Tina Dutta ) હાલમાં ‘બિગ બોસ’ માં ( Bigg boss  contestant ) જોવા મળી રહી છે અને તે શાલીન ભનોટ સાથેના તેના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. અભિનેત્રી 27 નવેમ્બરે તેનો જન્મદિવસ ઉજવે છે, તેથી આ વખતે અભિનેત્રી ‘બિગ બોસ’ના ઘરમાં જ તેનો જન્મદિવસ ( birthday )  ઉજવ્યો હતો . ટીના દત્તા ‘ઉત્તરન’ સિરિયલમાં ઇચ્છાના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી અને તેણે ઘણી ટીવી સિરિયલોમાં ( career ) પોતાના અભિનયથી ઘણી ખ્યાતિ મેળવી છે. આજે ટીના વૈભવી જીવન ( life )  જીવે છે પરંતુ એક સમય હતો જ્યારે તેની પાસે ઓડિશન માટે મુંબઈ જવા માટે પૈસા ( net worth ) નહોતા. અભિનેત્રીએ પોતે આ કિસ્સો શેર કર્યો છે.

Join Our WhatsApp Channel

 27 નવેમ્બર 1991ના રોજ જન્મેલી ટીના દત્તાએ ( Tina Dutta )  ટીવી સિવાય બંગાળી સિનેમામાં પણ ઘણું નામ કમાયું છે. ટીના દત્તાએ ભલે નાની ઉંમરથી તેની કારકિર્દીની (શરૂઆત કરી હોય, ખરા અર્થમાં, વર્ષ 2009 માં, તેણે નાના પડદા પર સિરિયલોથી અભિનયની દુનિયામાં પગ જમાવવાનું શરૂ કર્યું. તાજેતરમાં, બિગ બોસના ઘરમાં શિવ ઠાકરે સાથે વાત કરતી વખતે, તેણે તેની કારકિર્દીની ( career ) સફર વિશેની બાબતો શેર કરી. શિવ ઠાકરે સાથે વાત કરતાં ટીના દત્તા કહે છે કે તેમના જીવન માં ( life )  એક એવો સમય હતો જ્યારે તે આઠમા અને નવમા ધોરણમાં હતી ત્યારે તેને એક્ટિંગના ઘણા પ્રોજેક્ટ્સ મળી રહ્યા હતા. જો કે, તે સમયે તેના માતા-પિતા પાસે એટલા પૈસા નહોતા કે તેઓ તેને કોલકાતાથી ફ્લાઇટ ટિકિટ બુક કરાવીને મુંબઈ મોકલી શકે, કારણ કે તે સમયે ફ્લાઈટની ટિકિટ ખૂબ મોંઘી હતી. તે કહે છે કે આ કારણે તે ઓડિશનમાં જઈ શકી નહોતી. ટીના દત્તા એ પણ કહે છે કે એક મધ્યમ વર્ગનું કુટુંબ એકદમ સાદું છે અને તે અને તેનો પરિવાર ઇન્ટરનેટ કનેક્શન માટે પણ ઝંખતો હતો. તેણે જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં તેણે ઈમેલ દ્વારા કેટલાક ઓડિશન આપ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  ધર્મજ ક્રોપ ગાર્ડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. શું તમારે સબ્સ્ક્રાઇબ કરવું જોઈએ? જાણો તમામ વિગત અહીં

ટીના દત્તાની નેટવર્થની (net worth ) વાત કરીએ તો તે હાલમાં ‘બિગ બોસ’ની સૌથી અમીર સ્પર્ધક માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર ટીના દત્તાની કુલ સંપત્તિ 65 કરોડ રૂપિયા છે. વર્તમાન સમયની વાત કરીએ તો મળતી માહિતી મુજબ ટીના દત્તા ‘બિગ બોસ’ માંથી દર અઠવાડિયે સાતથી આઠ લાખની કમાણી કરી રહી છે, જ્યારે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સિરિયલ વગેરેમાંથી પણ કમાણી કરે છે.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version