News Continuous Bureau | Mumbai
Elvish Yadav: બિગ બોસ OTT 2નો ( Bigg Boss OTT 2 ) વિજેતા એલ્વિશ યાદવ સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે તેણે લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એલ્વિશ યાદવ સામે નોઈડામાં ( Noida ) એફઆઈઆર ( FIR ) નોંધવામાં આવી છે. તેના પર ઝેરી સાપની ( poisonous snake ) દાણચોરીના ( smuggling ) ગંભીર આરોપો છે. આ સિવાય તેના પર ગેરકાયદેસર રેવ પાર્ટીનું આયોજન કરવાનો અને વિદેશી યુવતીઓને ત્યાં બોલાવવાનો પણ આરોપ છે.
જણાવી દઈએ કે, એલ્વિશ યાદવ સોશિયલ મીડિયાની દુનિયામાં જાણીતું નામ છે. તે એક જાણીતો યુટ્યૂબર છે. બિગ બોસ OTT 2ની ટ્રોફીએ તેની લોકપ્રિયતા બમણી કરી છે. દરમિયાન, હવે માહિતી આવી છે કે એલ્વિશ વિરુદ્ધ નોઈડામાં FIR નોંધવામાં આવી છે.
ગુડગાંવમાં ફુલદાની ચોરવાનો આરોપ
આ વખતે એલ્વિશ યાદવ મોટા વિવાદમાં ફસાયો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે યુટ્યુબરનું નામ કોઈ વિવાદ સાથે જોડાયું હોય. અત્યાર સુધી, એલ્વિશ યાદવ ઘણી વખત કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહ્યો છે. માર્ચ 2023ની શરૂઆતમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક SUV કારમાં કેટલાક લોકો દિલ્હી-ગુડગાંવ હાઈવે પરના શંકર ચોકમાંથી G20 માટે લગાવેલા પોટ્સની ચોરી કરતા જોવા મળ્યા હતા. આ કાર પર VIP નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે આ એલ્વિશ યાદવની કાર છે, જે તેની યુટ્યુબ ચેનલના ઘણા વીડિયોમાં જોવા મળી છે. જોકે, એલવિશે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Pak Vs NZ: પાકિસ્તાન સામેની મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ફટકો! આ ધાકડ બોલર ઇજાના કારણે નહીં રમી શકે મેચ
સલમાન ખાનને કહ્યો હતો ગુનેગાર
એલ્વિશ યાદવે સલમાન ખાન સાથે પણ પંગો લીધો હતો. વર્ષ 2019માં તેણે એક વીડિયો બનાવીને અભિનેતાને ખરાબ રીતે ટ્રોલ કર્યો હતો. જો કે, તે બિગ બોસ ઓટીટી 2ના મંચ પર સલમાન ખાન સાથે સામસામે આવ્યો હતો. એલવિશે સલમાન ખાન વિશે કહ્યું હતું કે, આખું બોલિવૂડ તેમનાથી ડરે છે. તેણે વિવેક ઓબેરોયની આખી કારકિર્દી ખતમ કરી નાખી, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં. તેઓએ ઈન્ડસ્ટ્રીમાં માત્ર છોકરીઓને જ લોન્ચ કરી છે. એલ્વિશે સલમાન ખાનના હિટ એન્ડ રન અને કાળા હરણ કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, આટલા ગુના કર્યા પછી પણ સલમાન ખાન આઝાદ ફરે છે. જો કે, બિગ બોસ ઓટીટી 2માં સલમાન ખાને એલ્વિશને સારી રીતે ફટકાર લગાવી હતી.
