સોનમ, આલિયા બાદ હવે બોલીવુડની આ અભિનેત્રી બનવા જઈ રહી છે માતા- બેબી બમ્પની તસવીરો કરી શેર- જુઓ ફોટોગ્રાફ

News Continuous Bureau | Mumbai

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ(Bollywood actresses) પ્રેગ્નેટ(Pregnant) છે, હવે સોનમ(Sonam kapoor) અને આલિયા(Alia Bhatt) બાદ વધુ એક અભિનેત્રીનું નામ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે. અભિનેત્રીએ પોતે જ ફોટો શેર(Photo share) કરીને આ વાતની જાણકારી તેના ફેન્સને આપી છે. બોલીવુડની અભિનેત્રી બિપાશા બાસુ (Bipasha Basu) જલ્દી જ મા બનવા જઈ રહી છે. મહત્વનું છે કે આ પહેલા પણ ખબર સામે આવી હતી કે બિપાશા જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે પણ એ વાતની કોઈ પુષ્ટિ મળી નહોતી. 

Join Our WhatsApp Community

 

બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુએ પતિ કરણ સિંહ ગ્રોવર(Karan Singh Grover) સાથે સોશિયલ મીડિયા(Social media) પર એક તસવીર શેર કરી છે અને તેના પ્રેગ્નેન્સીની ખુશખબરી ચાહકો સાથે શેર કરી છે. 

મુંબઈની બહારથી આવતા વાહનોને કારણે થતી ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત-દહીસરમાં ઊભું કરાશે ટ્રાન્સપોર્ટ હબ

આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'એક નવો સમય, એક નવો પડાવ, એક નવી રોશની, જે અમારા જીવનના એક ખાસ શેડ સાથે અમને જોડે છે. પહેલાની તુલનામાં એ અમને વધુ પૂર્ણ બનાવશે. અમે અમારા જીવનની શરૂઆત અલગ રીતે કરી હતી અમે એકબીજાને મળ્યા હતા ત્યારે અમે બે હતા અને હવે ત્રણ થવા જઈ રહ્યા છીએ.' 

ઉલ્લેખનીય છે કે બિપાશા બાસુ છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટથી દૂર જતી રહી હતી. ઘણાં સ્ટાર્સ સાથે તેના અફેરના નામ જોડાયા પછી તેણે વર્ષ 2016માં કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા. હવે લગભગ 6 વર્ષ બાદ તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત(Pregnancy announcement) કરી છે.

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version