News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને એક્ટર કરણ સિંહ ગ્રોવરે મોડી રાત્રે ફેન્સને એક એવી ગિફ્ટ આપી છે, જેની તેઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બિપાશા- કરણે ચાહકોને તેની પ્રિય પુત્રી દેવી બાસુ સિંહ ગ્રોવરનો ચહેરો બતાવ્યો છે અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં દેવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને ફેન્સ અને સેલેબ્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
કરણ-બિશાપા એ શેર કરી પોસ્ટ
કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે પુત્રી દેવી ની તસવીર શેર કરી છે. આ પોસ્ટમાં દેવીની બે તસવીરો છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બેબી પિંક ડ્રેસની સાથે દેવીએ ક્યૂટ હેરબેન્ડ પહેરી છે. પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘હેલો વર્લ્ડ, હું દેવી છું.’ આ સાથે હાર્ટ અને નજર ના લાગે તેની ઇમોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફેન્સ અને સેલેબ્સ વરસાવી રહ્યા છે પ્રેમ
12 નવેમ્બર, 2022ના રોજ બિપાશા-કરણના ઘરે પુત્રી નો જન્મ થયો હતો. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી હતી. પોસ્ટની સાથે દંપતીએ દીકરીનું નામ પણ જાહેર કર્યું હતું, ત્યારથી લઇ ને અત્યાર સુધી તેમને તેમની પુત્રી ની તસવીરો અને વીડિયોમાં તેનો ચહેરો બતાવ્યો નહોતો. પરંતુ ગઈકાલે રાત્રે તેણે દેવીનો ચહેરો પણ બતાવ્યો હતો. પૂજા દદલાની, સોફી ચૌધરી, સુઝૈન ખાન, ફરાહ ખાન, આરતી સિંહ સહિત ઘણા સેલેબ્સે દેવીની તસવીર પર કોમેન્ટ કરી છે.