Site icon

બિપાશા બાસુ એ પોલ્કા ડોટ મોનોકોનીમાં બતાવ્યું પોતાનું ટોન્ડ ફિગર, તસ્વીર થઇ વાઇરલ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21 ઓક્ટોબર,  2021

Join Our WhatsApp Community

ગુરૂવાર

માલદીવ બોલિવૂડ સેલેબ્સનું ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન બની ગયું છે. બી-ટાઉનની હસ્તીઓએ તેમનો મૂડ તાજો કરવા અને હળવાશ અનુભવવા માલદીવમાં આવવાનું શરૂ કર્યું છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર, ટાઇગર શ્રોફ અને દિશા પટાણી, આધાર જૈન અને તારા સુતરિયા જેવા ઘણા સેલિબ્રિટી કપલ તાજેતરમાં વેકેશન માણતા જોવા મળ્યા હતા. અને હવે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર પણ માલદીવ પહોંચી ગયા છે.મુંબઈમાં દુર્ગા પૂજાની ઉજવણી કર્યા પછી, બિપાશા વેકેશન પર માલદીવમાં તેના પરિવાર સાથે થોડો સમય પસાર કરવા ગઈ છે. તે સતત પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી રહી છે. હવે તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ઉંચો કરી દીધો છે.

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે સફેદ પોલ્કા ડોટ સાથે બ્લેક મોનોકોની પહેરેલી જોઈ શકાય છે. બિપાશાએ તેના સિઝલિંગ હોટ પોલ્કા ડોટ મોનોકોનીમાં પોઝ આપતાં ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે. અગાઉ, બિપાશાએ કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે વાદળી ઈંટના મોટિફ મોઝેકમાં હાથથી એમ્બ્રોઇડરી કરેલા વિન્ટેજ કફ્તાનમાં જોવા મળી હતી. તસવીરો શેર કરતાં તેમણે લખ્યું, 'આકાશ અને સમુદ્ર વચ્ચેનું અંતર ભૂંસી નાખો.' આ દરમિયાન, કરણ તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો.

બિપાશાએ તસવીરો શેર કરતા જ તેના એક ચાહકે તેની પોસ્ટ પર ટિપ્પણી કરી અને લખ્યું, 'તે સોના જેવી આત્માનું હૃદય છે જે તમને સુંદર બનાવે છે.' જ્યારે બીજાએ લખ્યું, 'સુંદર દૃશ્ય અને તમે  બિપાશા બાસુ હંમેશા અદભૂત રહ્યા છો.' કરણે સોશિયલ મીડિયા પર બિપાશા સાથે કેટલીક હોટ તસવીરો પણ શેર કરી છે.

તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણે 30 એપ્રિલ, 2016 ના રોજ લગ્ન કર્યા હતા. ઘણીવાર તેમને બાળકો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. તેથી, રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કન્નન સાથે બિપાશાની પ્રેગ્નન્સીની અફવાઓ વિશે વાત કરતી વખતે કરણે કહ્યું હતું કે, 'હું દિવાલ સામે માથું કેમ ફોડું? તે એક સ્વાભાવિક બાબત છે – લોકો મળે છે, પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે અને પછી બાળક ધરાવે છે. પરંતુ, જો તમને થોડા સમય માટે બાળક ન હોય તો કોઈ વાંધો નથી. લોકો પહેલેથી જ અમારા પરિવારનું આયોજન કરી રહ્યા છે, તેથી તેમને આયોજન કરવા દો. કોઇ વાંધો નહી.'

શું રણવીર સિંહ અને રણબીર કપૂર પહેલી વાર ‘પ્યાર કા પંચનામા 3’ માં સાથે જોવા મળશે? કાર્તિક આર્યને આપ્યો આ જવાબ ; જાણો વિગત

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version