Site icon News Continuous Bureau | Mumbai

Blackbuck Poaching Case: સૈફ અલી ખાન, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે ની વધી શકે છે મુશ્કેલી, કાળા હરણ શિકાર કેસ સાથે જોડાયેલો છે મામલો

Blackbuck Poaching Case: કાળા હરણ શિકાર કેસ ને લઈને રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે પરંતુ સૈફ, તબ્બૂ, સોનાલી માટે મુશ્કેલી વધી શકે છે.

Blackbuck Poaching Case Hearing Deferred in Rajasthan High Court, Trouble May Rise for Saif, Tabu, Sonali

Blackbuck Poaching Case Hearing Deferred in Rajasthan High Court, Trouble May Rise for Saif, Tabu, Sonali

News Continuous Bureau | Mumbai

Blackbuck Poaching Case: રાજસ્થાનના ચર્ચિત કાળા હરણ શિકાર કેસમાં હાઈકોર્ટમાં થનારી સુનાવણી હાલ સ્થગિત થઈ ગઈ છે. જોધપુર સ્થિત રાજસ્થાન હાઈકોર્ટ માં જસ્ટિસ ની સિંગલ બेंચમાં સલમાન ખાન અને રાજસ્થાન સરકારની અપીલ પર સુનાવણી થવાની હતી, પણ સલમાનની અપીલના રેકોર્ડ રજૂ ન થવાને કારણે સુનાવણી શક્ય બની નહીં.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: મિત્ર અનિલ અંબાણી ની વહારે આવ્યો અમિતાભ બચ્ચન!બિઝનેસ મેન પર આ કાર્યવાહીને લઈને ઉઠાવ્યા પ્રશ્ન, બિગ બી ની પોસ્ટ થઇ વાયરલ

સૈફ, તબ્બૂ, સોનાલી માટે મુશ્કેલી વધી શકે

રાજસ્થાન સરકાર દ્વારા સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી બેન્દ્રે અને નિલમ સહિત સ્થાનિક યુવાન દુષ્યંત સિંહને ટ્રાયલ કોર્ટ દ્વારા બરી કરવાના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. જો આ અપીલ મંજૂર થાય છે તો આ તમામ કલાકારો માટે ફરીથી કાનૂની મુશ્કેલી ઊભી થઈ શકે છે.જોધપુરની ટ્રાયલ કોર્ટ દ્વારા સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અન્ય કલાકારોને બરી કરવામાં આવ્યા હતા. સલમાને આ સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે, જેની સાથે રાજસ્થાન સરકારની “લીવ ટૂ અપીલ” પણ સંલગ્ન છે.


હાઈકોર્ટ હવે બંને અપીલોની સુનાવણી 22 સપ્ટેમ્બર, 2025ના રોજ કરશે. રાજસ્થાન સરકાર દ્વારા અપીલ મોડેથી દાખલ કરાઈ હોવાથી “દેરી માફી” માટે પણ અરજી કરવામાં આવી છે, જેને હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવી કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai Caste Bunt। માત્ર એક્ટ્રેસ જ નહીં, પોતાના સમુદાયનું રત્ન છે ઐશ્વર્યા રાય; જાણો ‘બંટ સમુદાય’ માં કેમ છે તેમનો આટલો દબદબો
KSBKBT 2 Spoiler। શાંતિનિકેતનમાં આવશે નવું તોફાન! અંશના દીકરા રિયાંશની એન્ટ્રીએ તુલસીને આપ્યો મોટો આંચકો, જાણો શું થશે હવે
Salman Khan Weight Loss| ઉંમર તો માત્ર એક આંકડો છે! સલમાન ખાને ૬૦ વર્ષની વયે બનાવી એવી બોડી કે યુવા કલાકારો પણ શરમાઈ જશે, નવો લૂક વાયરલ
Cannes 2026| રેડ કાર્પેટ પર ફરી જોવા મળશે બોલિવૂડ સુંદરીઓનો દબદબો; ઐશ્વર્યા રાય સાથે આ 2 અભિનેત્રીઓ મચાવશે ધૂમ
Exit mobile version