ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 સપ્ટેમ્બર 2020
જાણીતી અભિનેત્રી કંગના રનૌતને એનો અવાજ ઉઠાવવાની સજા આજે, શિવસેનાએ આપી દીધી. શિવસેના દ્વારા સંચાલિત મુંબઈ મહાનગરપાલિકા ના અતિક્રમણ વિભાગે કંગના રનૌતની ઓફિસ પર બુલડોઝર લઈ અને તોડક કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચોવીસ કલાક અગાઉ કંગના રનૌતને તેની ઓફિસમાં કરવામાં આવેલા ગેરકાયદેસર કન્સ્ટ્રકશન સંદર્ભે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. પરંતુ, કંગના રનૌત દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. પરિણામે આજે સવાર સવારમાં મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ કંગના રનૌતની ઓફિસમાં પહોંચી ગયા ઓફિસની અંદર તોડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઓફિસ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું.