Site icon

Bobby deol Animal: વગર બોલે ફિલ્મ માં બધાને ડરાવતો જોવા મળશે બોબી દેઓલ, જાણો ફિલ્મ એનિમલ માં અભિનેતા ના પાત્ર વિશે

Bobby deol Animal: બોબી દેઓલ એનિમલ માં તેના લુક ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ માં તે ખતરનાક વિલન નું ભૂમિકા ભજવી રહ્યો છે. હવે એવો એહવાલ સામે આવ્યો છે કે આ ફિલ્મ માં બોબી દેઓલ નો એક પણ ડાયલોગ નથી. તે પોતાની એક્ટિંગ ના જોરે જ બધાને ડરાવતો જોવા મળશે.

bobby deol not get a single dialogue in animal

bobby deol not get a single dialogue in animal

News Continuous Bureau | Mumbai 

Bobby deol Animal: સંદીપ રેડ્ડી વાંગા ની ફિલ્મ એનિમલ આ દિવસો માં ચર્ચા માં છે. આ ફિલ્મ માં રણબીર કપૂર અને રશ્મિકા પહેલીવાર એકસાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મ માં બોબી દેઓલ ના લુકે લોકો માં ઉતેજના વધારી દીધી છે. લોકો જાણવા માંગે છે કે આ ફિલ્મ માં બોબી દેઓલ ની ભૂમિકા કેવી હશે. આ ફિલ્મ માં બોબી દેઓલ એક ખતરનાક વિલન ની ભૂમિકા માં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મમાં બોબી મહત્વની ભૂમિકા તો ભજવી રહ્યો પરંતુ  તે આ ફિલ્મમાં મોઢું ખોલતો જોવા નહીં મળે. મતલબ ફિલ્મમાં બોબીનો એક પણ ડાયલોગ નથી.

Join Our WhatsApp Community

 

એનિમલ માં બોબી દેઓલ નો રોલ 

એક ન્યુઝ પોર્ટલ ના રિપોર્ટ મુજબ, બોબી દેઓલ એનિમલ ફિલ્મ માં કોઈપણ સંવાદ બોલ્યા વિના ધડાકો કરશે. ફિલ્મ એનિમલ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ‘ફિલ્મના ટીઝરમાં બોબીના 20 સેકન્ડના લુકએ સમગ્ર ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. જો કે, હવે તમે જે જોયું છે તે બોબીના પાત્રના 2 ટકા પણ નથી. વધુ ઉત્તેજના રહેશે. આ ફિલ્મમાં બોબીનો કોઈ ડાયલોગ નહીં હોય, તેમ છતાં તે આગ લગાવશે.ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સૌથી મોટા વિલન પૈકીના એકના કેટલાક સંકેત છે. બોબીના પાત્ર સાથે પણ આવું થશે. તે ફિલ્મમાં કંઈ કહી શકે તેમ નથી. તેનું પાત્ર એક મૂંગા વિલનનું છે. આ પછી પણ તેનું પાત્ર એવું બનાવવામાં આવ્યું છે કે બોબી એકલો આખી ફિલ્મમાં તબાહી મચાવી દેશે.’


તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ આવતા શુક્રવાર એટલેકે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.  

આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: IFFI 2023ના મંચ પર રાજકુમાર સંતોષી એ કંઈક એવું કહ્યું કે ભાવુક થઈ ગયો સની દેઓલ, આંખમાં આવી ગયા આંસુ, જુઓ વિડીયો

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version