Site icon News Continuous Bureau | Mumbai

Bobby Deol: બોબી દેઓલે ખોલ્યા તેના રહસ્યો, પોતાના જીવનના અંધારા સમય અને દારૂ ની લત ને લઈને કહી આવી વાત

Bobby Deol: બોબી દેઓલ તેની વેબ સિરીઝ ધ બેડસ ઓફ બોલિવૂડ ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં બોબી એ એક પોડકાસ્ટ માં તેના જીવન ના રહસ્યો ખોલ્યા હતા

Bobby Deol Opens Up Alcohol Was My Only Support

Bobby Deol Opens Up Alcohol Was My Only Support

News Continuous Bureau | Mumbai

Bobby Deol: બોલીવૂડ અભિનેતા બોબી દેઓલ એ તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે વાત કરી. તેણે જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે તે રોજ દારૂ પીતો હતો અને તેના પરિવારને તેની હાજરીથી ડર લાગતો હતો. “દારૂ જ મારો એકમાત્ર સહારો હતો,” એમ તેણે કહ્યું. “મારું કરિયર લગભગ ખતમ થઈ ગયું હતું અને હું બીજા એક્ટર્સથી ઈર્ષા કરતો હતો”.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bachchan Surname: આ રીતે અમિતાભ બન્યા શ્રીવાસ્તવ માંથી બચ્ચન, જાણો તેની પાછળની મજેદાર કહાની

દારૂ ની લત અને પરિવારમાં પડેલા અસર

બોબી દેઓલએ કહ્યું કે, “જ્યારે હું પીતો ત્યારે મારા પરિવારના લોકો ડરી જતા. એક દિવસ મારા પુત્રએ મારી પત્નીને કહ્યું કે ‘મમ્મી તમે રોજ કામ પર જાઓ છો, પણ પપ્પા તો ઘેર જ રહે છે’—આ વાતે મને અંદરથી હલાવી દીધો.” આ સંજોગોએ તેને વિચારવા મજબૂર કર્યો કે તે કેવા પિતા બની રહ્યા છે. આ જ ક્ષણે તેણે દારૂ છોડવાનો નિર્ણય લીધો. બોબી દેઓલએ પોતાના કરિયરના ડાઉનફોલ વિશે પણ વાત કરી. “મને લાગતું હતું કે દુનિયા મારી ક્ષમતા ઓળખતી નથી. હું બીજા એક્ટર્સથી ઈર્ષા કરતો હતો, પણ એ લોકો સફળ હતા કારણ કે તેઓ મહેનત કરતા હતા.” તેણે કહ્યું કે અસફળતા એ તેને શીખવ્યું કે સફળતાને ક્યારેય ગ્રાન્ટેડ ન લેવી જોઈએ.


બોબી દેઓલ ર રક વર્ષ થી દારૂ ને હાથ નથી લગાવ્યો તે કહે છે “દારૂ તમારા દિમાગ સાથે રમે છે. લોકો કહે છે કે દારૂ થી સચ્ચાઈ બહાર આવે છે, પણ એ તમારા અંદરના દુઃખને બહાર લાવે છે,” એમ તેણે કહ્યું. “હવે હું મારા પરિવાર માટે કામ કરું છું અને મારા જીવનમાં શાંતિ છે.” બોબી દેઓલ એ આશ્રમ સિરીઝ સાથે કમબેક કર્યું હતું જેને તેને ફરી સફળ બનાવી દીધો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sunny Deol’s ‘Batwara 1947’ સની દેઓલની નવી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘બટવારા 1947’નો નવો લુક, ભગવાન કૃષ્ણના પોસ્ટર સાથે ધર્મ અને કર્મનો સંદેશ
Dhurandhar Japan Box Office વૈશ્વિક સફળતા છતાં જાપાનમાં ફ્લોપ! રણવીર સિંહની ‘ધુરંધર’ની બોક્સ ઓફિસ પર ખરાબ શરૂઆત.
Ranveer Singh Paternity Leave ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગની વચ્ચે જ પેટર્નીટી લીવ લેશે રણવીર સિંહ! આ મહિનામાં લેશે લાંબો બ્રેક
Rohit Chandel Sairaab Replacement રોહિત ચંદેલની એન્ટ્રી પર લાગ્યું પૂર્ણવિરામ POCSO કેસમાં જેલ થયા બાદ શોમાંથી કરાયા બહાર; કોણ બનશે નવો સ્ટાર?
Exit mobile version