Site icon

Bobby Deol: ‘ઇક્કીસ’ના સ્ક્રીનિંગમાં બોબી દેઓલની શર્ટે ખેંચ્યું ધ્યાન: પિતા ધર્મેન્દ્ર સાથે છે ખાસ કનેક્શન, સત્ય જાણીને તમારી આંખો પણ થઈ જશે નમ

Bobby Deol: પિતાની છેલ્લી ફિલ્મ જોવા બોબીએ પહેરી ધર્મેન્દ્રની જ શર્ટ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ, દેઓલ પરિવારને જોઈ ભાવુક થયા ફેન્સ.

Bobby Deol wears late father Dharmendra’s shirt at Ikkis screening; Emotional fans react to the heart-touching tribute

Bobby Deol wears late father Dharmendra’s shirt at Ikkis screening; Emotional fans react to the heart-touching tribute

News Continuous Bureau | Mumbai

Bobby Deol: ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ ‘ઇક્કીસ’ ૧ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે, જેનું પ્રીમિયર ૨૯ ડિસેમ્બરે યોજાયું હતું. આ પ્રસંગે બોબી દેઓલ સફેદ રંગના શર્ટમાં જોવા મળ્યો હતો, જેના પર કાળા રંગના પાંદડાની ડિઝાઇન હતી. ચાહકોએ તરત જ નોટિસ કર્યું કે આ શર્ટ બોબી નો પોતાનો નહીં, પણ તેના પિતા ધર્મેન્દ્ર નોછે. ધર્મેન્દ્ર અગાઉ કેટલાક જાહેર કાર્યક્રમોમાં આ શર્ટ પહેરી ચૂક્યા હતા. પિતાના અવસાન બાદ તેમની યાદમાં બોબીએ આ શર્ટ પહેરીને સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી, જે જોઈને ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Salman Khan ‘Ikkis’ screening: ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ ‘ઈક્કીસ’ના સ્ક્રીનિંગમાં ભાવુક થયો સલમાન ખાન: પોસ્ટર જોઈને છલકાયા આંસુ; સની અને બોબી દેઓલ પણ થયા ભાવવિભોર

પિતાનું શર્ટ અને પુત્રનો પ્રેમ

સોશિયલ મીડિયા પર બોબી દેઓલના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ આ કનેક્શન જોઈને કહી રહ્યા છે કે “પોતાના તો પોતાના જ હોય છે.” બોબી દેઓલ જ્યારે તેના પિતાના મોટા પોસ્ટર સામે ઉભો રહ્યો ત્યારે તે ખૂબ જ ગંભીર જણાતો હતો. પિતા નોમનપસંદ શર્ટ પહેરીને તેણે ધર્મેન્દ્ર પ્રત્યે પોતાનો આદર અને પ્રેમ વ્યક્ત કર્યો છે.સ્ક્રીનિંગ દરમિયાન માત્ર બોબી જ નહીં, પણ સની દેઓલ પણ પિતાની તસવીર જોઈને ભાવુક થયા હતા. સની દેઓલ જ્યારે પિતાના પોસ્ટર પાસે ઉભા રહીને પોઝ આપી રહ્યા હતા ત્યારે તેમની આંખો નમ હતી. ધર્મેન્દ્રનું નિધન ૨૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ થયું હતું અને આ ફિલ્મ તેમની કારકિર્દીની છેલ્લી ફિલ્મ છે, જેના કારણે દેઓલ પરિવાર માટે આ ક્ષણ અત્યંત સંવેદનશીલ હતી.


આ ઇવેન્ટમાં અભિનેત્રી રેખાએ પણ હાજરી આપી હતી. રેખાએ આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરી રહેલા અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાના પોસ્ટરને કિસ કરીને આશીર્વાદ આપ્યા હતા. શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત ‘ઇક્કીસ’ એક વોર ફિલ્મ છે, જેમાં ધર્મેન્દ્રનો ખૂબ જ મહત્વનો રોલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Box Office Day 3: શાહિદ અને તૃપ્તિની ફ્રેશ જોડીએ મચાવી ધૂમ! ‘ઓ રોમિયો’ એ રાણી મુખર્જીની ‘મર્દાની 3’ ને પણ પાછળ છોડી; જાણો પહેલા વીકેન્ડનું કલેક્શન
Ranveer Singh Dhurandhar OTT : નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ નો વર્લ્ડ રેકોર્ડ, ૧૧ દેશોમાં ટોપ ટ્રેન્ડિંગમાં રહી રણવીર સિંહે રચ્યો નવો કીર્તિમાન
Rehman Dakait Casting: અક્ષય ખન્ના નહીં પણ આ સુપરસ્ટાર બનવાનો હતો ‘રહેમાન ડકૈત’! જાણો શું છે હકીકત
Yash Toxic Release Postponed: ટોક્સિક VS ધુરંધર 2: શું ટળી જશે બોક્સ ઓફિસ પરનો આ મહાસંગ્રામ? જાણો કેમ યશની ફિલ્મ પોસ્ટપોન થવાની છે પૂરેપૂરી શક્યતા
Exit mobile version