ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને સોશિયલ મીડિયાને કાયમ માટે બાય બાય કહી દીધું છે. રવિવાર 14 માર્ચ એ પોતાનો ૫૬મો જન્મદિવસ ઉજવનાર આમિર ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી લાખો ચાહકો ના અભિનંદન સ્વીકાર્યા બાદ સોશિયલ મીડિયાનેઅલવિદા કહી દીધું છે. તેણે પોતાના ચાહકોને જણાવ્યું કે,"આ મારી ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ છે પરંતુ ચાહકો સાથે મારો વાર્તાલાપ ચાલુ રહેશે". અને આમિર ખાને જાહેર કર્યું કે તે પોતે આમીર ખાન પ્રોડક્શન્સ નામ હેઠળ પોતાની એક ચેનલ શરૂ કરી છે. જેના દ્વારા પ્રશંસકો તેની સાથે સંવાદ સાધી શકશે.
હાલમાં આમિર ખાન તેની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ના શૂટિંગમાં વ્યસ્ત છે.
