Site icon News Continuous Bureau | Mumbai

2020 બોલિવૂડ માટે કારમું વર્ષ, વધુ એક અભિનેતાએ કરી આત્મહત્યા… જાણો વિગતે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 નવેમ્બર 2020

બોલિવૂડ માટે વર્ષ 2020 ખૂબ ખરાબ રહ્યું છે. એક પછી એક ઘણા સ્ટાર્સે આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારે બોલિવૂડમાંથી ફરી એક આપધાતનો મામલો સામે આવ્યો છે. હવે બોલિવૂડના જાણીતા એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. ગુરુવારે હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાની ધર્મશાળામાં બસરાએ મેક્લોડગંજમાં જોગિબાડા રોડ સ્થિત એક કાફે નજીક પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.  અભિનેતાએ આવું પગલું શા માટે ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બપોરે આસિફ તેના પાલતુ કૂતરાને ફરવા માટે ગયો હતો. જે બાદ તે ઘરે પરત આવ્યો અને તેણે પોતાના પાલતુ કૂતરાના બેલ્ટથી લટકીને આપઘાત કર્યો હતો.

આસિફ બસરાના મોતની સૂચના મળવા પર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે અભિનેતા છેલ્લા 5 વર્ષથી મૈક્લોડગંજમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સાથે એક વિદેશી મહિલા પણ રહેતી હતી.

નોંધપાત્ર વાત એ છે કે આસિફ બસરાએ પરજાનિંયા, બ્લેક ફ્રાઈડે, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ, ક્રિષ 3, એક વિલન, મંજુનાથ, જબ વી મેટ, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યુ હતુ.

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version