ન્યૂમોનિયાની સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયેલા પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહને રજા આપી દેવામાં આવી છે.
તેમના પુત્ર અને અભિનેતા વિવાન શાહે આ માહિતી આપી.
વિવાન શાહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પિતા અને માતા અભિનેત્રી રત્ના પાઠક શાહની તસવીર પોસ્ટ કરી લખ્યું હતું કે, "બેક હોમ".
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે 70 વર્ષીય અભિનેતાને ખારના બિન-કોવિડ -19 હોસ્પિટલ, પી.ડી. હિન્દુજા હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારા સમાચાર : દેશના 2.5 કરોડ વેપારીઓને હવે આ કારણથી બૅન્ક પાસેથી મળશે લોન; જાણો વિગત
