News Continuous Bureau | Mumbai
Shreyas talpade: બોલિવૂડ માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 47 વર્ષીય અભિનેતા શ્રેયસ તલપડે ને હાર્ટ એટેક આવ્યો છે. એવું કહેવાય છે કે શ્રેયસ મુંબઈ માં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ પૂરું કર્યા પછી શ્રેયસ બેહોશ થઈ ગયો. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ગયા પછી ખબર પડી કે તેને હાર્ટ એટેક આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં તેની હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી રહી છે.
શ્રેયસ તલપડે ને આવ્યો હાર્ટ એટેક
એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે ‘શ્રેયસ આખો દિવસ શૂટિંગ કરતો હતો અને એકદમ ઠીક હતો. તે સેટ પર બધા સાથે મસ્તી કરી રહ્યો હતો. તેણે પોતાનો શોટ આપ્યો, જેમાં થોડી એક્શન સિક્વન્સ પણ સામેલ હતી. શૂટિંગ પૂરું કર્યા પછી, તે ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું કે તેની તબિયત સારી નથી. પત્ની દીપ્તિ તલપડે તેને ઉતાવળમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ પરંતુ તે પહેલા જ અભિનેતા બેભાન થઈ ગયો.’
હોસ્પિટલે પુષ્ટિ કરી છે કે તેને મોડી સાંજે લાવવામાં આવ્યો હતો. તેમજ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. તેમજ તેમને એ પણ જણાવ્યું કે, હવે અભિનેતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તે સ્વસ્થ થઈ રહ્યો છે. અને તે હોસ્પિટલમાં જ દાખલ છે. તેમને જણાવી દઈએ કે, શ્રેયસ તલપડે અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો.આ ફિલ્મ સાથે જોડાયેલો એક વિડીયો પણ અક્ષય કુમારે પોસ્ટ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પ્રીતિ ઝિન્ટા, શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી બાદ હવે આ બોલિવૂડ સુપરસ્ટાર ની થઇ ક્રિકેટ વર્લ્ડ માં એન્ટ્રી, આ ક્રિકેટ ટિમ નો બન્યો માલિક
