ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
ફિલ્મી દુનિયામાં એવા ઘણા કલાકારો છે, જેઓ બૉલિવુડમાં અલગ અલગ બૅકગ્રાઉન્ડ અને પ્રદેશોમાંથી આવે છે અને ફિલ્મી દુનિયામાં પોતાનું નસીબ અજમાવે છે. તેમ જ કારકિર્દી બનાવવાની ઇચ્છામાં યુવાનો ઘણી વાર સરકારી નોકરીનું સ્વપ્ન પૂર્ણ કરવા માગે છે. ઘણા લોકો માને છે કે સરકારી નોકરી સારી જિંદગી જીવવા માટે એક સરસ રીત છે, પણ કહેવાય છે કે કામ એ જ સારું જે મનને પ્રસન્ન કરે છે. ઇન્ડસ્ટ્રીમાં એવા સ્ટાર્સ છે જેમણે અભિનયમાં કારકિર્દી બનાવવા માટે સરકારી નોકરીઓ તરફથી મોઢું ફેરવી લીધું છે. આવો જાણીએ આવા જ કેટલાક કલાકારો વિશે જેઓ સરકારી નોકરી છોડીને ફિલ્મ ઉદ્યોગમાં જોડાયા.
રાજકુમાર
મજબૂત ડાયલૉગ ડિલિવરી અને અવાજ માટે જાણીતા અભિનેતા રાજકુમાર આજે પણ બૉલિવુડના ટોચના અભિનેતાઓમાંના એક છે. હિન્દી સિનેમામાં એક અલગ ઓળખ ધરાવતા રાજકુમાર અભિનયમાં જોડાયા પહેલાં મુંબઈમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા. જોકે ફિલ્મમાં નસીબ અજમાવવા માટે તેમણે વર્ષ 1952માં નોકરી છોડી દીધી હતી. અભિનેતાનું સાચું નામ કુલભૂષણ પંડિત હતું, પરંતુ તેને રાજકુમાર તરીકે ઉદ્યોગમાં લોકપ્રિયતા મળી.
દેવ આનંદ
બૉલિવુડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક દેવ આનંદ આજે પણ ઘણા લોકોના મનપસંદ અભિનેતાઓમાંના એક છે. પોતાના જમાનામાં પોતાના દેખાવ અને ઉત્કૃષ્ટ અભિનયથી બધાને દીવાના બનાવનારા દેવસાહબ ફિલ્મી દુનિયામાં આવતાં પહેલાં સરકારી નોકરી કરતા હતા. અભિનેતા તે દિવસોમાં મુંબઈના સેન્સર બોર્ડમાં કારકુન તરીકે કામ કરતા હતા. આ માટે તેમને દર મહિને 165 રૂપિયા પગાર પણ આપવામાં આવતો હતો. તેમના શરૂઆતના દિવસોમાં, દેવ આનંદ એક સસ્તી હૉટેલમાં રહેતા હતા, જે રેલવે સ્ટેશનની નજીક હતી.
જૉની વૉકર
હિન્દી સિનેમાના જાણીતા હાસ્ય કલાકાર જૉની વૉકરે પોતાની મહેનતના આધારે બૉલિવુડમાં અલગ સ્થાન હાંસલ કર્યું છે. પોતાની જોરદાર કૉમેડી અને ટાઇમિંગથી પ્રેક્ષકોનું મનોરંજન કરનારા જૉની વૉકર એક સમયે 26 રૂપિયા પ્રતિ મહિનાના પગારથી મુંબઈમાં બસ-કંડક્ટર તરીકે કામ કરતા હતા. અભિનેતાના પિતા એક ફૅક્ટરીમાં મજૂર હતા, જે ફૅક્ટરી બંધ થયા બાદ પરિવાર સાથે મુંબઈ આવ્યા હતા. જોકે પાછળથી જૉની વૉકરે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની આવડતના આધારે દરેકનાં દિલ જીતી લીધાં.
અમરીશ પુરી
શિવજી સાતમ
લોકપ્રિય ટેલિવિઝન શો ‘CID’માં ACP પ્રદ્યુમ્નનું પાત્ર ભજવનાર અભિનેતા શિવાજી સાતમ આ શો પછી ઘરે ઘરે જાણીતા બન્યા. ટીવી સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. જોકે અભિનેતા ફિલ્મ ઉદ્યોગમાં જોડાયા પહેલાં બૅન્કમાં કૅશિયર તરીકે કામ કરતા હતા. આ પછી તેમણે નોકરી છોડી દીધી અને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.