Site icon

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે આ કારણે છોડવો પડ્યો હતો પોતાનો અભ્યાસ; જાણો અભિનેત્રી ની શૈક્ષણિક લાયકાત વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર

બોલિવૂડની દુનિયા ફરી ધમધમી રહી છે. તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મે  થિયેટરોનું આકર્ષણ પાછું આપ્યું છે. આ લેટેસ્ટ ફિલ્મમાં આલિયા ભટ્ટના અભિનયના  ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા  છે . બોલિવૂડ સ્ટાર્સનું અંગત જીવન હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ રીતે આલિયા ભટ્ટના અંગત જીવન વિશે પણ તેના ચાહકો ઘણું બધું જાણવા માંગે છે. તો આવો જાણીયે  અભિનેત્રી ના શિક્ષણ વિશે

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેમને ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવા માટે પોતાના અભ્યાસ સાથે સમજૂતી કરવી પડી હતી. તેમાંથી ઘણાએ શાળાનું મોઢું પણ જોયું ન હતું અને કેટલાકે સ્નાતક થયા પહેલા અભ્યાસ છોડવો પડ્યો હતો. આવું જ કંઈક આલિયા ભટ્ટ સાથે પણ થયું હતું.બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની પુત્રી હોવાને કારણે તે બાળપણથી જ ફિલ્મી દુનિયા તરફ આકર્ષણ ધરાવતી હતી. તેણે જમનાબાઈ નરસી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. ત્યારબાદ ફિલ્મોમાં બ્રેકના કારણે તેણે અભ્યાસ છોડવો પડ્યો. આલિયા ભટ્ટે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

દિવ્યા ભારતીએ ફિલ્મ જગત માં પ્રસિદ્ધિ ની લાલસા એ નહિ પરંતુ આ કારણે મૂક્યો હતો ફિલ્મી દુનિયામાં પગ, અભિનેત્રીની માતા એ કર્યો હતો મોટો ખુલાસો; જાણો વિગત

આલિયા ભટ્ટ ભલે વાસ્તવિક જીવનમાં કૉલેજ જીવન જીવી ન હોય, પરંતુ તેની ફિલ્મની શરૂઆત કૉલેજ જીવન પર બનેલી ફિલ્મ થી  જ થઈ હતી. આલિયાએ પોતાના કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી કરી હતી. ત્યાર બાદ  તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ફિલ્મ 'RRR'માં જોવા મળશે. એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ઉપરાંત રામ ચરણ, એનટીઆર અને અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે આલિયા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version