Site icon

બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રી ને એક જ વ્યક્તિ સાથે કરવા પડ્યા હતા 3 વાર લગ્ન-જાણો શું હતું કારણ

 News Continuous Bureau | Mumbai

‘પ્યાસા’, ‘અનપઢ’, ‘દિલ તેરા દિવાના’, ‘ગુમરાહ’, ‘બહુરાની’ જેવી ફિલ્મોથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવનારી બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress) માલા સિન્હા (Mala Sinha) 1950 થી 1970 સુધી ટોપ પર રહી. ફિલ્મોમાં આવતા પહેલા તેનો રસ્તો સરળ નહોતો. 16 વર્ષની ઉંમરે માલા સિન્હા કલકત્તા (Kolkata) ના ઓલ ઈન્ડિયા રેડિયો (All india radio) સેન્ટરમાં ગાતી હતી. હિન્દી ફિલ્મો સિવાય માલા સિન્હાએ બંગાળી (Bangla) અને નેપાળી (Nepali) ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બોલિવૂડમાં સફળતા મળ્યા પછી, તેણે 16 માર્ચ, 1968ના રોજ નેપાળી અભિનેતા ચિદમ્બરમ પ્રસાદ લોહાની સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે માલાએ આ વ્યક્તિ સાથે ત્રણ વાર લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન લીગલ સિવિલ મેરેજ (civil marriage act) એક્ટ હેઠળ થયા હતા.

Join Our WhatsApp Community

અભિનેત્રી માલા સિન્હાએ લગ્ન પહેલા એક શરત મૂકી હતી કે તે લગ્ન પછી પણ ફિલ્મોમાં અભિનય (acting) ચાલુ રાખશે.માલા સિન્હાએ બીજી વખત ક્રિશ્ચિયન (christian) રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. માલાના પિતા ઇચ્છતા હતા કે પાદરી તેમના લગ્ન ચર્ચમાં(church) કરાવે. લોહાની (Lohani family) પરિવારના સંતોષ માટે ત્રીજી વખત લગ્ન કરવામાં આવ્યા હતા કારણ કે તેમના પરિવારે એવી શરત મૂકી હતી કે પુત્રવધૂ જ્યાં સુધી સાત ફેરા ન લે ત્યાં સુધી ઘરમાં પ્રવેશી શકશે નહીં.આ કારણે બંનેએ હિંદુ રીતિ-રિવાજ (Hindu ritual) પ્રમાણે લગ્ન કરવા પડ્યા. આ રીતે માલાને અલગ અલગ રીતે ત્રણ વાર લગ્ન કરવા પડ્યા અને તે પણ એક જ વ્યક્તિ સાથે.

આ સમાચાર પણ વાંચો: મંદિરમાં દીવો કરતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો થશે માતા લક્ષ્મી ક્રોધીત, આ નિયમોનું કરો પાલન…

તમને જણાવી દઈએ કે,બંને નેપાળી ફિલ્મ મૈતીઘર (1966) માં મળ્યા હતા. લોહાની નો એસ્ટેટ એજન્સીનો બિઝનેસ (estate agency) હતો. લગ્ન પછી માલા ફિલ્મના શૂટિંગ માટે મુંબઈ (Mumbai) જતી હતી કારણ કે તેનો પતિ નેપાળમાં બિઝનેસ ચલાવતો હતો. તેમની એક પુત્રી પ્રતિભા સિન્હા પણ છે જેણે બોલિવૂડમાં કામ કર્યું છે. 1990 ના દાયકાના અંતથી, દંપતી અને તેમની પુત્રી પ્રતિભા મુંબઈના બાંદ્રામાં  રહે છે.ઉલ્લેખનીય છે કે માલાના માતા-પિતા નેપાળી હતા અને પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયા હતા.

 

 

Amisha Patel On Dharmendra: અમિષા પટેલે ધર્મેન્દ્રના પરિવાર સાથે વાતચીત કેમ ટાળી? હોસ્પિટલની છેલ્લી મુલાકાત વિશે કરી વાત
Shubhangi Atre: શુભાંગી અત્રેએ ૧૦ વર્ષ પછી ‘ભાભીજી ઘર પર હૈ’ને કહ્યું અલવિદા, શું શિલ્પા શિંદે ફરી ‘અંગૂરી ભાભી’ બનશે?
Ranbir Kapoor : સોશિયલ મીડિયા પર હોબાળો: રણબીર કપૂર ફિશ ખાતો પકડાયો! ‘રામાયણ’ની તૈયારી માટેના નોનવેજ છોડવાના દાવા પર સવાલ
Celina Jaitley Case: સેલિના જેટલીએ ઘરેલુ હિંસાના આરોપ સાથે પતિ વિરુદ્ધ દાખલ કર્યો કેસ, આટલા કરોડની માંગણીથી ચકચાર.
Exit mobile version