Site icon

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દબંગ ગર્લ થી ઓળખાતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા છે કરોડોની માલકીન-જાણો તેની નેટવર્થ વિશે

 News Continuous Bureau | Mumbai

સોનાક્ષી સિન્હાને(Sonakshi Sinha) બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘દબંગ ગર્લ’ (Dabang girl)તરીકે પણ ઓળખવામાં આવે છે. સોનાક્ષી સિન્હાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત બોલિવૂડ એક્ટર સલમાન ખાન(Salman Khan) સાથે કરી હતી. તેણે પોતાના કરિયર દરમિયાન અત્યાર સુધી ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેના માટે તેને એવોર્ડ(award) પણ આપવામાં આવ્યો છે. અભિનેત્રી એ પોતાની મહેનત થી કરોડો ની સંપત્તિ ની માલકીન બની છે.આ લેખ માં આપણે અભિનેત્રીની કુલ સંપત્તિ અને જીવનચરિત્ર જાણીશું.

Join Our WhatsApp Community

સોનાક્ષી સિન્હા તેની દરેક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ફી લે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હાની કુલ સંપત્તિ(net worth) 74 કરોડ રૂપિયા છે. યુએસ ડોલરમાં (US dollar)જોવા જઈએ તો તે 10 મિલિયન છે. સોનાક્ષી સિન્હાની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મોમાં અભિનય અને બ્રાન્ડની જાહેરાત છે. જેના માટે તે કરોડો રૂપિયા ચાર્જ કરે છે.મીડિયા અનુસાર સોનાક્ષી સિન્હાનું ઘર હાલ મુંબઈમાં(Mumbai) છે, જે એક આલીશાન ઘર છે. સોનાક્ષી સિન્હાએ વર્ષ 2013માં આ લક્ઝુરિયસ ફ્લેટ લીધો હતો. અને તેના ફ્લેટની કિંમત 11.3 કરોડ રૂપિયા છે. આ સિવાય અન્ય ઘણી પ્રોપર્ટી(property) સોનાક્ષી સિન્હા પાસે છે.સોનાક્ષી પાસે કેટલીક મોંઘી અને લોકપ્રિય કાર(car collection) છે. અને તે કારોની કિંમત કરોડો રૂપિયા છે. સોનાક્ષી સિંહાના કાર કલેક્શનમાં મર્સિડીઝ, મિની કૂપર, BMW, રેન્જ રોવર અને ઓડી જેવી મોંઘી અને લક્ઝરી કારનો સમાવેશ થાય છે.રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સોનાક્ષી સિન્હાની સંપત્તિમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 27 ટકાનો વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની હોસ્પિટલમાં ચાર કલાક ચાલી રાખી સાવંતની સર્જરી-2 વર્ષથી હતી આ બીમારી

અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો જન્મ 2 જૂન 1987ના રોજ બિહારના પટનામાં(Bihar, Patna) થયો હતો. સોનાક્ષી સિન્હાના પિતાનું નામ શત્રુઘ્ન સિન્હા(Shatrughn Sinha) છે. જે તેમના સમયના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા રહ્યા છે. જેમણે ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની માતાનું નામ પૂનમ સિન્હા છે. સોનાક્ષી સિન્હાએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની(Mumbai) આર્ય વિદ્યા મંદિર સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી, તેણે વધુ અભ્યાસ માટે મુંબઈની શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ કૉલેજમાંથી ફેશન ડિઝાઇનિંગમાં (fashion designer)સ્નાતક કર્યું.તમને જણાવી દઈએ કે અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પોતાના કરિયરની શરૂઆત કોસ્ચ્યુમ ડિઝાઈનર (costume designer)તરીકે કરી હતી. તે પછી તેણે બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે ફિલ્મ’ દબંગ’ થી ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી. તે પછી તે ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version