Site icon

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે આ બોલિવૂડ સેલેબ્સ, ફી જાણીને તમે ચોંકી જશો

બોલિવૂડ ના મોટાભાગ ના સેલેબ્સ સોશિયલ મીડિયા ઘ્વારા તમને ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આ બોલિવૂડ સ્ટાર્સ ને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવા માટે કરોડો રૂપિયા ચુકવવામાં આવે છે.

bollywood celebrities charge per sponsored social media post

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે આ બોલિવૂડ સેલેબ્સ, ફી જાણીને તમે ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના મોટાભાગના સ્ટાર્સ ( bollywood celebrities ) સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. સેલેબ્સ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ચાહકોને તેમની ક્ષણ-ક્ષણની માહિતી પહોંચાડે છે. જો કે, તે સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ફેન્સ માટે જ નથી કરતા, પરંતુ તેનાથી તેમને ઘણી કમાણી પણ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડ સ્ટાર્સને એક સ્પોન્સર્ડ પોસ્ટ ( sponsored social media post ) માટે કરોડો રૂપિયા સુધીની ફી ચૂકવવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે કયો સ્ટાર એક પોસ્ટ માટે કેટલો ચાર્જ લે છે.

Join Our WhatsApp Community

આલિયા ભટ્ટ

હાલમાં જ આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આલિયા દરેક સોશિયલ મીડિયા પોસ્ટ એન્ડોર્સમેન્ટ માટે 1-3 કરોડ રૂપિયા લે છે.

 રણવીર સિંહ

રણવીર સિંહ ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ ‘સર્કસ’માં જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળશે. રણવીર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ માટે પણ તગડી રકમ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાને એક પોસ્ટ માટે 3-5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો:  ‘RRR’ પછી હવે આ બ્લોકબસ્ટર ફિલ્મ પણ સામેલ થઇ ઓસ્કારની રેસમાં, નિર્માતા એ સબમિટ કર્યું નોમિનેશન ફોર્મ

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડ સેલેબ્સમાંની એક છે. પ્રિયંકા ભલે કેટલાક સમયથી હિન્દી ફિલ્મોથી દૂર હોય પરંતુ તેના ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. અભિનેત્રી દરેક સોશિયલ મીડિયા જાહેરાત માટે 2-4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. આ દિવસોમાં તે ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદોમાં ફસાયેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા સોશિયલ મીડિયા પર જાહેરાત માટે 7-10 કરોડ રૂપિયા લે છે.

આ સમાચાર પણ વાંચો:  Bank Holiday : નવા વર્ષના પહેલા મહિનામાં 11 દિવસ બેંક રહેશે બંધ, જુઓ સંપૂર્ણ યાદી…

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version