Site icon News Continuous Bureau | Mumbai

જાણો એવી બૉલીવુડ અભિનેત્રીઓ વિશે જે રાજા-મહારાજાના પરિવારથી સંબંધ રાખે છે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

07 ઓક્ટોબર 2020

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ પોતાની મહેનત અને સમર્પણથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થયા છે. તો કેટલાક એવા પણ છે જેમના કૌટુંબિક દરજ્જાથી તેમને બોલિવૂડમાં કામ મળ્યું છે. આજે અમે તમને એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સંબંધ રાજા-મહારાજાના પરિવાર સાથે છે. આમ છતાં પણ તેમણે ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં પ્રસિદ્ધિ મેળવી છે…

1. સોહા અલી ખાન.

અભીનેત્રી સોહા અલી ખાન પટૌડી પરિવારમાંથી આવે છે. તેમના પૂર્વજો ભોપાલમાં પટૌડી પરિવારના નવમા નવાબ હતા. સૈફ અને સોહાના પિતા મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ હતા.

 

2. મોહીના કુમારી.

સ્ટાર પ્લસ ટીવી ચેનલના સીરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ અભિનેત્રી મોહિના કુમારી રેવાની રાજકુમારી છે. મોહિના, મહારાજા પુષ્પરાજસિંહ જુદેવની પુત્રી છે. તેના લગ્ન ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના પુત્ર સુયેશ રાવત સાથે થયા છે. ટીવી ઉપરાંત મોહિના રેમો ડીસુઝાની ફિલ્મ 'એબીસીડી: એની બડી કેન ડાન્સ'માં જોવા મળી હતી. જોકે લગ્ન બાદ મોહિનાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે.

 3.અદિતિ રાવ હૈદરી.

અદિતિ રાવ હૈદરી એક નહીં પણ બે-બે રાજવી પરિવારોથી સંબંધ રાખે છે. એક છે મોહમ્મદ સાહેલ અકબર હૈદરી અને બીજો વાનપરથી પરિવારનો પૂર્વ રાજા જે રામેશ્વર રાવ. અદિતિ,અકબર હૈદરીની પૌત્રી છે. અદિતિના નાના જે રામેશ્વર રાવ તેલંગાણાના વનપરથીના રાજા હતા. તે આમિર ખાનની પત્ની કિરણ રાવની કઝીન પણ છે.

 

4. રિયા સેન.

રિયા સેન ભારતના પૂર્વી રાજ્ય ત્રિપુરાના શાહી પરિવારની છે. તેમના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરા રાજવી પરિવારના સભ્ય છે. તેની દાદી ઇલા દેવી કૂચબહારની રાજકુમારી હતી. રિયાની મોટી-દાદી ઈન્દિરા રાજે બરોડાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની એકમાત્ર પુત્રી હતી. 

 

5. ભાગ્યશ્રી.

સલમાન ખાન સાથે ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' માં તેની સુંદરતા માટે પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના રાજ પરિવાર સાથે સંબંધ રાખે છે. તેમના પિતા શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધન રાજા હતા. ભાગ્યશ્રીનું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.

 

6. સોનલ ચૌહાણ

ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'જન્નત' માં કામ કરેલી ચુકેલી સોનલ ચૌહાણનો જન્મ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં થયો હતો. સોનલ ઉત્તર પ્રદેશના મૈનપુરીના એક રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

Sanchita Ugale Funeral Update “મારી દીકરી પાછી આવી જા…” સંચિતા ઉગલેના અંતિમ સંસ્કાર વખતે માતાની કરૂણ વિલાપ જોઈને ફેન્સની આંખો થઈ ભીની
India First A Rated Film શું તમે જાણો છો ભારતની સૌથી પહેલી ‘A’ સર્ટિફિકેટ મેળવનારી ફિલ્મ કઈ હતી? ૧૬ વર્ષની એક્ટ્રેસના અંદાજે મધ્યયુગના ભારતમાં લાવી દીધો હતો ભૂકંપ!
Gadar 3 Movie Update ૬૦૦ કરોડની ‘ગદર ૨’ બાદ હવે ‘ગદર ૩’ ની વારો ડાયરેક્ટરે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું ક્યારે શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Rashmika Mandanna Beauty Secret મોંઘી પ્રોડક્ટ્સ નહીં પણ આ છે રશ્મિકા મંદાનાની ગ્લોઇંગ સ્કીનનું સિક્રેટ! અભિનેત્રીએ ખુદ ફેન્સ સામે ખોલ્યું પોતાની સુંદરતાનું રહસ્ય
Exit mobile version