દિવંગત અભિનેતા ઇરફાન ખાનની 'રોગ' તેમ જ ઇમરાન હાશ્મીની 'મર્ડર' જેવી ફિલ્મ લખનાર ડાયલૉગ-રાઇટર સુબોધ ચોપરાનું નિધન થયું છે.
ગયા સપ્તાહે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ કોરોના બાદ તેમના શરીરમાં ઊભા થયેલા કૉમ્પ્લિકેશનને કારણે તેમનું નિધન થયું.
તેમનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થવાને કારણે તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવતાં તેમનું નિધન થયું હતું.
મુંબઈમાંથી પકડાયેલું યુરેનિયમ આ વિભાગને સુપરત કરવામાં આવ્યું
