Site icon

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન : એનસીબીએ પોતાના જ 2 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, શકમંદો આરોપીઓની મદદ કરતાં હોવાનો આરોપ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
03 ડિસેમ્બર 2020

બોલીવુડના ડ્રગ કનેક્શનની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તેના જ વિભાગના બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંને અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ રહી છે. વિભાગને શંકા છે કે બંનેએ આરોપીને જામીન મેળવવા અને આગોતરા જામીન મેળવવા પરોક્ષ રીતે મદદ કરી છે. 

Join Our WhatsApp Community

નોંધપાત્ર વાત એ છે કે, ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા પ્રખ્યાત હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોઈ પણ અધિકારી કોર્ટમાં હાજર નહોતો. કોર્ટે પણ એનસીબીનું વલણ સાંભળ્યા વિના બંને અભિનેતાઓને જામીન આપવા  અધ્યા હતા. અભિનેત્રી દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર રહી ચૂકેલી કરિશ્મા પ્રકાશના આગોતરા જામીન અંગે પણ થોડી શંકા છે. શંકાના દાયરામાં આવેલા બંને અધિકારીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. 

દરમિયાન એનસીબીએ ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયાના જામીન નામંજૂર કરવાના એનડીપીએસની વિશેષ અદાલતમાં મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો છે..  આમ હવે ડ્રગ્સ કેસમાં સંડોવાયેલાં આરોપીઓને મદદ કરનાર તમામ સરકારી અધિકારીઓ પર ઉપરી વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
‘The Bads of Bollywood’: શું ખરેખર બનશે ‘ધ બેડ્સ ઑફ બોલીવૂડ’ ની બીજી સીઝન? આર્યન ખાને આપ્યો સંકેત
Deepika Padukone: ‘કલ્કી 2’માંથી બહાર થયા પછી દીપિકા પાદુકોણે કરી મોટી જાહેરાત, જાણો અભિનેત્રી એ શું કહ્યું
Homebound: ઓસ્કાર 2026 માટે ‘હોમબાઉન્ડ’ ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ, કરણ જોહર એ ભાવુક થઇ કહી આવી વાત
Exit mobile version