Site icon News Continuous Bureau | Mumbai

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ

Bollywood Trivia: ‘એક દૂજે કે લિયે’ ફિલ્મનું ગીત ‘મેરે જીવન સાથી’ આજે પણ છે લોકપ્રિય: આનંદ બક્ષીની કલમે લખાયેલા ગીતમાં વણાયેલા છે ફિલ્મોના નામ, મૂવીના અંતે પ્રેમીપંખીડાઓના થયા હતા દર્દનાક મોત.

Bollywood Trivia: This Iconic Song Features 80 Movie Names; Reminiscing the Tragic End of 'Ek Duuje Ke Liye'

Bollywood Trivia: This Iconic Song Features 80 Movie Names; Reminiscing the Tragic End of 'Ek Duuje Ke Liye'

News Continuous Bureau | Mumbai

Bollywood Trivia: બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો અને ગીતો છે જે દાયકાઓ પછી પણ પ્રેક્ષકોના દિલમાં જીવંત છે. આજે અમે તમને કોઈ નવી ફિલ્મ વિશે નહીં, પરંતુ 1981માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ ના એક એવા ગીત વિશે જણાવીશું જેણે ઈતિહાસ રચી દીધો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મના એક ગીતમાં બોલીવુડની લગભગ 80 હિટ ફિલ્મોના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ગીતનું નામ છે ‘મેરે જીવન સાથી’. આ ગીતમાં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ ગીતની વિશેષતા એ છે કે તેના શબ્દો એવી રીતે લખવામાં આવ્યા છે કે સાંભળનારને ખ્યાલ પણ ન આવે કે તેઓ ફિલ્મોના નામ સાંભળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : TRP Report: ‘અનુપમા’ ના હાથમાંથી સરક્યો નંબર ૧ નો તાજ, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ નો જાદુ ચાલ્યો; ટોપ ૫ માં આ શોઝનો છે દબદબો

80 થી વધુ ફિલ્મોના નામનો ‘માખણ’ જેવો ઉપયોગ

ગીતકાર આનંદ બક્ષીએ આ ગીતના લિરિક્સ એટલી સુંદર રીતે લખ્યા હતા કે તેની દરેક લાઈનમાં કોઈને કોઈ જૂની હિટ ફિલ્મનું નામ આવે છે. આ ગીતમાં ‘હરે રામા હરે કૃષ્ણા’, ‘ખૂબસૂરત’, ‘આવારા’, ‘જોની મેરા નામ’, ‘ઝિદ્દી’, ‘પડોસન’, ‘રામ ઔર શ્યામ’, ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘દીવાના મસ્તાના’, ‘મેરે હમસફર’, ‘યે રાસ્તે હૈ પ્યાર કે’, ‘શ્રી 420’, ‘દિલ તો હૈ’, ‘બેશરમ’, ‘જવાની દીવાની’ અને ‘લોફર’ જેવી 80 થી વધુ ફિલ્મોના નામનો સમાવેશ થાય છે.


આ આઇકોનિક ગીતનું સંગીત પ્રખ્યાત જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું. ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં કમલ હાસન, રતિ અગ્નિહોત્રી, માધવી, સુનીલ થાપા અને રઝા મુરાદ મુખ્ય ભૂમિકામાં હતા. કે. બાલાચંદરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ તે સમયે પ્રેમની એક નવી વ્યાખ્યા લઈને આવી હતી. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી અને આજે પણ તે એક કલ્ટ ક્લાસિક માનવામાં આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riddhima Kapoor| રિદ્ધિમા કપૂર કેમ ન બની અભિનેત્રી? નીતુ કપૂરે જણાવ્યું એ કારણ, જેને જાણીને તમે પણ ચોંકી જશો
Mayur Raj Verma। ‘એક્ટિંગ છોડી બન્યા બિઝનેસ ટાયકૂન મહાભારતના અભિમન્યુની આ સફળતા જોઈને ચોંકી જશો
‘Golmaal 5’ Update| ગોપાલ અને તેની ગેંગ પાછી ફરી! ‘ગોલમાલ 5’ નું શૂટિંગ થયું પૂરું, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે આ ધમાકેદાર ફિલ્મ
The Family Man 4| તમારી રાહનો આવ્યો અંત! ‘ધ ફેમિલી મેન 4’ કન્ફર્મ, મનોજ બાજપેયીનું આ નિવેદન ચાહકોમાં જગાવશે રોમાંચ
Exit mobile version