Site icon

ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ થશે રિલીઝ, નિર્માતા ને મળી રાહત, હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022        

Join Our WhatsApp Community

ગુરુવાર

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મને લઈને રોજેરોજ હોબાળો થાય છે. ક્યારેક ફિલ્મનું નામ બદલવાની વાત થાય છે તો ક્યારેક તેની સ્ટોરી પર સવાલો ઉઠાવવામાં આવે છે.આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જેના પર ચુકાદો  આવ્યો છે, જે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી માટે રાહતની વાત છે. વિવાદનું બીજું નામ બની ગયેલા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે દાખલ કરવામાં આવેલી બે અરજીઓને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ફિલ્મમાં આલિયાનું પાત્ર ગંગુબાઈની વાર્તા પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેના પર વિવાદ શરૂ થયો હતો. તે જ સમયે, અગાઉ વાસ્તવિક ગંગુબાઈના પરિવારે આ ફિલ્મ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે મુંબઈના કમાઠીપુરાના લોકોએ પણ ફિલ્મમાં કમાઠીપુરાના નામનો ઉપયોગ કરવા અને તેને ખોટી રીતે રજૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.કમાઠીપુરના લોકોનું કહેવું છે કે આ ફિલ્મમાં કમાઠીપુરના 200 વર્ષ જૂના ઈતિહાસને વિકૃત બતાવવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી કે જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો હોય. આ પહેલા પણ દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ ની ફિલ્મ પદ્માવતને લઈને હોબાળો થયો હતો. જે બાદ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું. આ સાથે ફિલ્મના ગીતો પર પણ ભારે હોબાળો થયો હતો.

80ના દાયકાની આ સુંદર અભિનેત્રી એ બદલી નાખ્યો પોતાનો લુક, તસવીર જોઈને ઓળખવી મુશ્કેલ; જાણો વિગત

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોના દિલ જીતી ચૂક્યું છે. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મે ખૂબ ધૂમ મચાવી હતી. 'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Mouni Roy Restaurant Badmaash: મૌની રોયના રેસ્ટોરાં ‘બદમાશ’માં સામાન્ય માણસ નું નથી કામ! મેનુ અને ભાવ જાણી ઉડી જશે તમારા પણ હોશ
Mahhi Vij: છૂટાછેડા ના સમાચાર વચ્ચે માહી વીજ નો ફૂટ્યો ગુસ્સો, જય ભાનુશાલી સાથે અલગ થવા ને લઈને કહી આવી વાત
Abhishek Bachchan: ‘એવોર્ડ ખરીદે છે’ – પત્રકારના આ દાવાને અભિષેક બચ્ચને આપ્યો જડબાતોડ જવાબ, લખી આવી વાત
Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા
Exit mobile version