Site icon News Continuous Bureau | Mumbai

કોર્ટમાં ‘ક્વીન’ કંગનાની જીત, બીએમસીને લપડાક.. બોમ્બે હાઈકોર્ટે આપ્યો મહાનગરપાલિકાની તોડક કાર્યવાહી પર સ્ટેનો ઑર્ડર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 સપ્ટેમ્બર 2020

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ની મુંબઈમાં પાલિહીલ પર આવેલી 'મણિકર્ણિકા ફિલ્મ્સ' ની ઓફિસે બીએમસી દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડ્યું છે. ગઈકાલે મનપાએ એની ઓફીસ પર નોટિસ ફટકારી હતી . પરતું 24 કલાક પુરા થાય એ પહેલા જ મનપા આજે સવારે બુલડોઝર લઈને કંગનાના ઘરે પહોંચી ગઈ હતી અને તોડફોડ શરૂ કરી દીધી હતી. 

આથી કંગનાએ પોતાના વકીલ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં મનપા સામે ફરિયાદ નોંધાવી હતી.  જેનો નિર્ણય કંગનાની તરફેણમાં આવ્યો હતો.. હાઈકોર્ટે બીએમસીની કાર્યવાહી પર સ્ટે આપ્યો મુક્યો છે. ગુરુવાર બપોર 3 વાગ્યા સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે કોર્ટનો સ્ટે આવે તે પહેલાં જ BMC એ તેની કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે.

બોમ્બે હાઈકોર્ટ આવતીકાલે આ મામલે ફરીથી સુનાવણી કરશે. કંગના રાનાઉતની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામો તોડવામાં બતાવેલી આટલી ઉતાવળ કેમ?? જેનો જવાબ  હાઈકોર્ટે બીએમસી પાસે માંગ્યો છે. આવતીકાલે બીએમસીએ આનો જવાબ આપવો પડશે.

આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે શું બીએમસી હાઈકોર્ટના આદેશનો આદર અથવા પાલન કરતું નથી.??  BMC એ નોટિસ આપ્યાના 24 કલાકમાં કંગનાની ઓફિસમાં થયેલ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. તે પણ ત્યારે, જ્યારે આ કેસની સુનાવણી હાઇકોર્ટમાં થવાની હતી. કંગનાએ પણ થોડા સમય પહેલા જ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમની ઓફિસમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ નથી.

Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Exit mobile version