Site icon

Gadar 2: ગદર 2 ની સ્ક્રીનિંગ દરમિયાન પટનામાં એક થિયેટરની બહાર ફેંકવામાં આવ્યો બોમ્બ, આ મામલે શરૂ થયો હતો હંગામો

Gadar 2: થિયેટરમાં ગદર-2નું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બહાર કેટલાક બદમાશો અને થિયેટર સ્ટાફ વચ્ચે ઘર્ષણ થયું અને પછી હંગામો થયો.

bombing took place during the screening of gadar 2 in patna

bombing took place during the screening of gadar 2 in patna

News Continuous Bureau | Mumbai 

Gadar 2: સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર 2’ ભારતીય સિનેમાના ઈતિહાસમાં બ્લોકબસ્ટર બની ગઈ છે. 2001ની સુપરહિટ ફિલ્મ ગદર: એક પ્રેમ કથાની સિક્વલ આખરે 11 ઑગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ અને તેને પ્રેક્ષકો તેમજ વિવેચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ પ્રેમીઓ આ એક્શનથી ભરપૂર સિક્વલ જોવા માટે થિયેટરોમાં(theatre) લાઈન લગાવી રહ્યા છે કે દરેક શો હાઉસફુલ થઈ રહ્યો છે. લોકોના મેળાવડાના વખાણ અને અહેવાલો વચ્ચે પટનાથી(patna) એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલ છે કે ‘ગદર 2’ ના સ્ક્રિનિંગ(screening) દરમિયાન પટનામાં એક થિયેટરની બહાર બે ઓછી તીવ્રતા ના બોમ્બ(bombing) ફેંકવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

ગદર 2 ની સ્ક્રીનિંગ વચ્ચે થિયેટરની બહાર ફેંકવામાં આવ્યો બોમ્બ

બિહારના પટનામાં એક સિંગલ-સ્ક્રીન સિનેમા હૉલમાં ગદર 2ની સ્ક્રીનિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સિનેમા હોલના કમ્પાઉન્ડમાં હંગામો મચી ગયો હતો, ત્યારબાદ બદમાશોએ સિનેમા હોલની બહાર બે ઓછી તીવ્રતાના બોમ્બ ફેંક્યા હતા, જેમાંથી એક વિસ્ફોટ થયો હતો. કથિત રીતે હંગામો મચાવનાર અને બોમ્બ ફેંકનાર બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી અને સદનસીબે વિસ્ફોટમાં કોઈને ઈજા થઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai University Election: મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી અચાનક મોકૂફ! MNS- ઠાકરે જૂથે સરકારની કરી ટીકા.. વિદ્યાર્થી સંગઠનોનો જોરદાર વિરોધ, શું થયું ખરેખર? 

થિયેટર ના માલિકે મીડિયા સાથે કરી વાત

આ ઘટનાની પુષ્ટિ કરતા સિનેમા હોલના માલિક એ મીડિયા ને કહ્યું, “આ હંમેશા થાય છે. ખરાબ ઈરાદાવાળા લોકો આવે છે. તેઓ ઈચ્છતા હતા કે અમે તેમને ફિલ્મની ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરવા દઈએ જે અમે કરી શકતા નથી. અમે ઈચ્છીએ છીએ કે દરેક ને ટિકિટ મળવી જોઈએ. જાહેરમાં તેઓએ મારા સ્ટાફને ધમકાવવાનો પ્રયાસ કર્યો. સિનેમા હોલનો સ્ટાફ ક્યારેય નબળો હોતો નથી. તેમનામાં ખોટા કામ કરનારાઓને રોકવાની હિંમત હોય છે. તેઓએ તે કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બધા પોલીસના હાથે ઝડપાઈ ગયા અને કાર્યવાહી કરવામાં આવશે.”

 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version