Site icon

બોની કપૂર ની પહેલી પત્ની ની ખાસ મિત્ર હતી શ્રીદેવી, નિર્માતાને બાંધતી હતી રાખડી, જાણો ભાઈ બનાવી ને અભિનેત્રી કેવી રીતે બની ‘હોમ બ્રેકર’

 News Continuous Bureau | Mumbai

બોની કપૂર (Boney Kapoor) ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતા (film producer) છે, જેમણે ઘણી સારી ફિલ્મોનું નિર્માણ  કર્યું છે. તેણે ‘મિસ્ટર ઈન્ડિયા'(Mister India) , ‘નો એન્ટ્રી (No entry) ‘, ‘જુદાઈ (Judai) ‘ અને ‘વોન્ટેડ’ (Wanted) સહિત ઘણી સુપરહિટ ફિલ્મો (superhit films) આપી છે. બોની માત્ર ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન (personal life) માટે પણ હેડલાઇન્સમાં રહ્યા છે, પછી તે શ્રીદેવી (Sridevi) સાથેની તેની નિકટતા હોય કે પત્ની મોના કપૂરથી છૂટાછેડા. (Mona Kapoor) તો ચાલો જાણો કેવી રીતે શ્રીદેવી અને બોની કપૂરની લવ સ્ટોરી શરૂ થઈ અને નિર્માતાના તેમની પત્ની મોના સાથેના સંબંધો કેવા હતા.
બોની કપૂરની  પહેલી પત્નીનું નામ મોના કપૂર છે જે હવે આ દુનિયામાં નથી. શ્રીદેવીને સ્ક્રીન પર જોયા બાદ બોની કપૂરને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. પરંતુ એક સમય એવો હતો જ્યારે મોના કપૂર ને શ્રીદેવી સાથે ગાઢ મિત્રતા હતી. બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે મોનાએ શ્રીદેવીને પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા આપી. તે દિવસોમાં શ્રીદેવી મિથુન ચક્રવર્તીને (Mithun Chakraborty) ડેટ  કરી રહી હતી અને કહેવાય છે કે બંનેએ 1985માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. પરંતુ મિથુનને શંકા હતી કે શ્રીદેવી અને બોની કપૂર વચ્ચે કંઈક ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં અભિનેત્રીએ બોનીને રાખડી બાંધવાનું શરૂ કર્યું. આ વાતનો ખુલાસો મોના કપૂરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. બોની કપૂરે એક ઈન્ટરવ્યુ (interview) દરમિયાન કહ્યું હતું કે, શ્રીદેવીને સ્ક્રીન પર જોઈને તેણે તેને દિલ આપ્યું હતું અને તેનું દિલ જીતવામાં તેમને 12 વર્ષ લાગ્યા હતા. અગાઉ તેમનો પ્રેમ એકતરફી હતો. અને આવી સ્થિતિમાં જ્યારે શ્રીદેવી ફિલ્મ ‘ચાંદની’ (Chandni) નું શૂટિંગ કરી રહી હતી ત્યારે બોની તેને મળવા સ્વિટ્ઝરલેન્ડ (Switzerland) પહોંચી ગયો હતો. ત્યાંથી પાછા આવ્યા બાદ બોનીએ તેની પત્ની મોનાને કહ્યું કે તે શ્રીદેવીને પ્રેમ કરે છે. આ સાંભળીને મોના ભાંગી પડી. મોનાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મેં 19 વર્ષ ની ઉંમરે 10 વર્ષ મોટા બોની કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. અમે 13 વર્ષ સાથે વિતાવ્યા પરંતુ એક દિવસ તેણે કહ્યું કે તે શ્રીદેવીને પ્રેમ કરે છે. તે પછી અમારા સંબંધોમાં કંઈ જ બાકી ન રહ્યું કારણ કે શ્રીદેવી ગર્ભવતી હતી. આવી સ્થિતિમાં, મોના કપૂર અને બોની કપૂરે છૂટાછેડા (divorce) લીધા અને અલગ થઈ ગયા.
આ સમાચાર પણ વાંચો: મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?
બોની કપૂર શ્રીદેવીને ‘મિસ્ટર ઈન્ડિયા’માં કાસ્ટ (Mr.India) કરવા માંગતા હતા. પરંતુ તેની પાસે અભિનેત્રી સુધી પહોંચવાનો કોઈ રસ્તો નહોતો. આવી સ્થિતિમાં તેણે શ્રીદેવીની માતાનો સંપર્ક કર્યો. શ્રીદેવીની માતાએ વધુ પૈસાની માંગણી કરી, તેના માટે બોની રાજી થઈ ગયા. ફિલ્મના શૂટિંગ દરમિયાન બોનીએ પોતાના દિલની વાત શ્રીદેવીને કહી અને ધીરે ધીરે બંનેની નિકટતા વધવા લાગી. બંનેની વધતી નિકટતા વિશે મોનાને શંકા નહોતી કારણ કે શ્રીદેવી બોનીને તેનો ભાઈ કહેતી હતી. પરંતુ જ્યારે બોની એ મોનાને તેમના સંબંધો વિશે કહ્યું ત્યારે તે ચોંકી જાય છે. બોનીએ મોનાથી છૂટાછેડા લીધા બાદ 1996માં શ્રીદેવી સાથે મંદિરમાં લગ્ન (marriage) કર્યા હતા. તે દરમિયાન શ્રીદેવીને લોકોએ ‘હોમ બ્રેકર’નું ટેગ પણ આપ્યું હતું. બોનીને મોના કપૂરથી બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. તેમજ, શ્રીદેવીને બે પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે.
Join Our WhatsApp Community
Akshaye Khanna: ‘મહાકાલી’ ફિલ્મમાં અક્ષય ખન્ના બન્યો અસુર ગુરુ શુક્રાચાર્ય, ફર્સ્ટ લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી એ પત્ની અને દીકરી સાથે મુંબઈમાં ખરીદ્યા એક નહિ પરંતુ બે ફ્લેટ, કિંમત જાણીને તમને પણ લાગશે નવાઈ
Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ
Exit mobile version