Site icon

Border 2 Box Office Collection Day 4: સની દેઓલની ‘બોર્ડર ૨’ એ ૪ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો વટાવ્યો, પહેલા સોમવારે ₹૫૯ કરોડના ઐતિહાસિક કલેક્શન સાથે નવો રેકોર્ડ

Border 2 Box Office Collection Day 4:પ્રજાસત્તાક પર્વની રજામાં સની દેઓલનો જાદુ ચાલ્યો; ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું મન્ડે કલેક્શન મેળવી રચ્યો ઈતિહાસ

Border 2 Box Office Worldwide Day 4: Sunny Deol starrer crosses ₹200 crore mark globally

Border 2 Box Office Worldwide Day 4: Sunny Deol starrer crosses ₹200 crore mark globally

News Continuous Bureau | Mumbai

Border 2 Box Office Collection Day 4:અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત અને સની દેઓલ સ્ટારર ‘બોર્ડર 2’ એ તેની રિલીઝના ચોથા દિવસે (પ્રથમ સોમવારે) ભારત અને વિદેશમાં જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મે માત્ર ૪ દિવસમાં વિશ્વભરમાં  ૨૩૯.૨ કરોડ નું ગ્રોસ કલેક્શન કર્યું છે.રસપ્રદ વાત એ છે કે, સોમવારે ફિલ્મે ૫૯ કરોડની કમાણી કરી, જે તેના રવિવારના કલેક્શન (૫૪.૫ કરોડ) કરતા પણ વધુ છે. આ પ્રકારનો ઉછાળો બોક્સ ઓફિસ પર ભાગ્યે જ જોવા મળે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : 

‘બોર્ડર 2’ બોક્સ ઓફિસ બ્રેકઅપ (ઇન્ડિયા નેટ)

સની દેઓલ સ્ટારર ‘બોર્ડર 2’ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતા ચાર દિવસમાં જ  ૧૮૦ કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. ફિલ્મની શરૂઆત શુક્રવારે  ૩૦ કરોડથી થઈ હતી, જે બાદ શનિવારે કમાણીમાં ઉછાળો જોવા મળ્યો અને આંકડો  ૩૬.૫ કરોડ સુધી પહોંચ્યો હતો. રવિવારે રજાનો લાભ મળતા ફિલ્મે  ૫૪.૫ કરોડનો જંગી બિઝનેસ કર્યો હતો. જોકે, સૌથી મોટો ધડાકો ચોથા દિવસે એટલે કે ૨૬ જાન્યુઆરી (સોમવાર) ના રોજ થયો હતો, જ્યારે પ્રજાસત્તાક પર્વની રજામાં ફિલ્મે  ૫૯ કરોડની ઐતિહાસિક કમાણી કરીને બોક્સ ઓફિસ પર પોતાની ધાક જમાવી દીધી છે.


ભારતીય બજાર ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. વિદેશી બજારોમાંથી અત્યાર સુધીમાં અંદાજે  ૨૭ કરોડની કમાણી થઈ છે. આ સાથે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન  ૨૩૯.૨ કરોડ પર પહોંચી ગયું છે. ટ્રેડ એનાલિસ્ટ્સ મુજબ, આ ફિલ્મ ટૂંક સમયમાં જ ૫૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version