Site icon News Continuous Bureau | Mumbai

Border 2 Video Song: જેસલમેર બોર્ડર પર જવાનોની હાજરીમાં લોન્ચ થયું ‘ઘર કબ આઓગે’.ઓડિયો બાદ હવે બોર્ડર 2 ના ગીત નો વિડીયો થયો રિલીઝ

Border 2 Video Song: સની દેઓલની આંખોમાં દેખાયું દર્દ, વરુણ ધવન અને દિલજીત દોસાંજ પણ ભાવુક અંદાજમાં; જાણો આ વખતે ગીતમાં શું છે ખાસ

Border 2 Video Song: Sunny Deol’s emotional performance in ‘Ghar Kab Aaoge’

Border 2 Video Song: Sunny Deol’s emotional performance in ‘Ghar Kab Aaoge’

News Continuous Bureau | Mumbai

Border 2 Video Song: ‘બોર્ડર 2’ ના ગીત ‘ઘર કબ આઓગે’ નો વીડિયો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ગીતને જેસલમેરની ઐતિહાસિક સરહદ પર લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં અસલી સૈનિકોની હાજરીએ આ ક્ષણને વધુ ગૌરવશાળી બનાવી દીધી હતી. વીડિયોમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી સૈનિકોના રોલમાં જોવા મળે છે, જેઓ પોતાના પરિવારને યાદ કરી ભાવુક થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ

વીડિયોની ખાસિયતો અને કલાકારોનો લૂક

વીડિયોમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે સીનિયર એક્ટર સની દેઓલ. નદી કિનારે બેસીને શૂન્યમાં તાકતા અને જૂના મિત્રોના પત્રો વાંચતા સની દેઓલની આંખોમાં ભીનાશ અને દર્દ જોવા મળે છે. તેઓ પોતાના જૂના સાથીઓને યાદ કરી રહ્યા છે, જે જોઈને તેમના જુનિયર સૈનિકો પણ પરેશાન થઈ જાય છે.આ ગીતના વીડિયોમાં અલગ-અલગ દળોનું સન્માન બતાવવામાં આવ્યું છે.વરુણ ધવન આર્મી ઓફિસર તરીકે ગીતની શરૂઆત કરે છે.દિલજીત દોસાંજ એરફોર્સ પાયલટના યુનિફોર્મમાં નજર આવે છે.જયારે અહાન શેટ્ટી નેવી ઓફિસર તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરે છે. આ તમામ કલાકારો સૈનિકોની વચ્ચે નાચતા અને પોતાના ઘરને યાદ કરતા જોવા મળે છે.

ગીતમાં ફીમેલ કાસ્ટની પણ ઝલક જોવા મળે છે, જેમાં મોના સિંઘ, સોનમ બાજવા, આન્યા શર્મા અને મેધા રાણા પોતપોતાના પાર્ટનરની યાદોમાં જોવા મળે છે. અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ગીત સાંભળતા જ તમને 1997ના ‘સંદેશા આતે હૈ’ ગીતની યાદ આવી જશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version